Trending News
સ્થાનિક સમાચાર

- તો આડેસર પાસે પાઈપલાઈન તેલચોરીના  મોટા નેટવર્કનો થશે ખુલાસો

17 January

રીમાન્ડ દરમ્યાન જાવેદના લ્યો કડક પુછાણા અથવા તપાસ મોટી એજન્સીને સોપો



તેલકંપનીએ ફરીયાદ કર્યા બાદ પોલીસે ૪ શખ્સોની કરી છે ધરપકડ : જાવેદ ઝડપાયો છે ત્યારે પોલીસતંત્ર પ્રક્રીયાઓ માત્ર કરવાના બદલે કેટલા સમયથી ચાલતી હતી ચોરી? કોના કહેવાથી આ ચોરી થતી હતી? અન્ય કેટકેટલા લોકો જોડાયેલા છે? પાઈપલાઈનવાળી જમીન જાવેદની જ હતી, કે અન્ય કોઈએ ખરીદી આપી હતી? ચોરી કરેલો તેલનો જથ્થો કોને આપવાનો હતો? જાવેદનો ગુનાહિત ઈતિહાસ શું છે? : કડકાઈથી કાર્યવાહી થાય તો ઘણુ બધુ બહાર આવશે

શું જાવેદ માત્ર તેલચોરીને અંજામ આપનારો મહોરો જ હતો, તેની પાછળ અન્ય કેાઈ મોટા માથાઓ રચી રહ્યા હતા કારસા?
 શું આડેસર તેલચોરી પ્રકરણના રાધનપુર આસપાસના કોઈ પેટ્રોલપંપ સુધીના તાર લંબાયેલા છે?

ખાટલે મોટી ખોટ : હકીકતમાં તો દેશની સંપત્તીને આયોજનબદ્ધ રીતે નુકસાન પહોચાડવાના ગંભીર ગુનામાં તહોમતદારો સામે ગુજસીટોક જેવી કલક કલમો તળે  કેમ દાખલ ન કરવામાં આવે ગુનો? તેલ રાષ્ટ્રીય સંપત્તી જ છે, તેમા ભંગાણ પાડીને ચોરીઓ કરવી, તે સુનિયોજીત કાવતરું જ તો બને છે, જાવેદ -અસગર સામે અને તેની પાછળ રહેલા આક્કાઓની સામે ગુજસીટોક તળે જ કેમ ગુનો ન નોધાય..?


ગાંધીધામ : મુંદરાથી પાણીપત જતી તેલની સરકારી સાહસની પાઈપલાઈનમાં આયોજનબદ્ધ રીતે લોકોની સુરક્ષા- જાન માલને જોખમમાં નાખી અને તેલચોરીને અંજામ આપવામા આવતો હોવાનો ખુલાસો ખુદ કંપનીએ કરેલી ફરીયાદ બાદ થવા પામી ગયો છે. થોડા સમય પહેલા જ ભારતીયપેટ્રોલિયમની પાઈપલાઈનમાથી આડેસર પાસે કેટલાક તત્વો દ્વારા ભંગાણ પાડી તેલચોરી કરવામા આવી રહી હોવાની ફરીયાદ કરી હતી અને તેમાં કેટલાક નામો પણ દર્શાવાયા હતા. જે બાદ આડેસર પોલીસે પ્રથમ ૧ શખ્સને પકડયા બાદ બે અન્યને દબોચી લીધા હતા અને હવે આ તેલચોરીના ષડયંત્રને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર પૈકીના એક એવા જાવેદની પણ ધરપકડ કરી લેવામા આવી છે. 
આ આખુય પ્રકરણ ખુબજ હાઈપ્રોફાઈલ અને અતિ ગંભીર ગુના સમાન જ કહી શકાય તેમ છે. પાઈપલાઈનમાી તેલચોરી આયોજનબદ્ધ રીતે કરવી એટલે સરકારી રાષ્ટ્રીય સંપત્તીને જ નુકસાન પહોચાડવા સમાન ગુનો આચરાયો તેમ કહી શકાય. આવી ગંભીર ઘટનામાં પોલીસતંત્ર ગાફેલ રહેવાના બદલે અથવા તો માત્ર નાના નાના માણસોને પકડીને કેસ પુરો કરી દેવાના બદલે તેના મુળીય સુધી પહોચાય તો આડેસર પો પાઈપલાઈન તેલચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. 
જાવેદને ઝડપ્યો છે, તેના રીમાન્ડ ત્રણેક દીવસના મંગાયા છે, ત્યારે તપાસનીશોએ કડકાઈથી જાવેદના પુછાણા લેવા જોઈએ. તેલચોરીની ઘટનાને તે કેટલા સમયથી અંજામ આપી રહ્યો છે? જાવેદ ખુદ આ ચોરાઉ તેલ વેંચતો હતો કે કોઈના ઈશારો કામ કરી રહ્યો છે? આ રીતે અગાઉ કેટકેટલી વખત જાવેદ ટોળકીએ તેલપોરીની ઘટનાને અંજામ આપ્યો છે? શું જાવેદ માત્ર મહોરો છે અને તેની પાછળ અન્ય કોઈ મોટા માથાઓ આ તેલચોરીને અંજામ આપી રહ્યા હતા કે કેમ? શું ગાંધીધામ પટ્ટાના કોઈ શખ્સો જાવેદના આક્કા છે, જેઓએ રાધનપુર પાસે પેટ્રોલપંપ ખરીદ્યો હતો અને આ ચોરાઉ તેલ તે પંપમાં ડમ્પ કરી વેંચવાનું કોઈ આયોજન ઘડાયેલ હતુ કે પછી આ પ્રકારે તેલ અગાઉ પહોચી ચુકયુ હતુ અને તે પેટ્રોલપંપ પર વેંચાણ શરૂ થયુ હતુ? કે પછી રાધનપુર પાસેના પેટ્રોલપંપના સોદા કરાયા હતા, ગોઠવણો થઈ રહી હતી, સોદા પેટેની રકમો આપવાની હતી અને આડેસર પાસે પાઈપલાઈન તોડી તેમાથી બેનામી રકમ મેળવી અને તે સોદાની રકમો ચુકવવાની તેયારી હતી? જાવેદનો ગુનાહિત ઈતિહાસ શું છે? આ પહેલા શું જાવેદ કોઈ મોટા ગુનાઓમાં પોલીસ ચોપડે ચકડી ચુકયો છે ખરો? કઈક સવાલો આ કેસમાં હાલના તબક્કે ચર્ચામાં આવી રહ્યા છે. રિમાન્ડ દરમ્યાન પોલીસ કડકાઈથી પુછે અને આ બધી જ વિગતો અંકે કરે તો સુનિયોજીત પાઈપલાઈન તેલચોરીને અંજામ આપનાર મોટી ગેંગનો પર્દાફાશ થઈ શકે છે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. 

..........


આડેસરના પાઈપલાઈન ચોરી કેસમાં ગાંધીધામના જાવેદની ધરપકડ 


અદાલતમાં રજૂ કરીને આડેસર પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા 
ગાંધીધામ - કચ્છ ઉદય : મુન્દ્રાથી પાણીપત જતી આઈઓસીએલની પાઈપ લાઈનમાં આડેસર પાસે કાણુ કરી તેલ ચોરી કરવાના પ્રયાસમાં અગાઉ ત્રણ શખ્સો પકડાયા હતા. જેની પુછપરછમાં મુખ્ય આરોપી તરીકે ગાંધીધામના જાવેદનું નામ સામે આવ્યું હતું. આડેસર પોલીસે બાતમીના આધારે ગાંધીધામના સપનાનગરમાં રહેતા આરોપી જાવેદ અભુ સાયચાની અટક કરી અદાલતમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો. અદાલત દ્વારા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે આડેસર પીઆઈ જે.એમ.વાળાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે, આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ દરમિયાન વિવિધ બાબતે પુછપરછ હાથ ધરવામાં આવશે. 

........

Comments

COMMENT / REPLY FROM