ગાંધીધામના ખોડિયારનગરમાં એ-ડિવિઝન પોલીસનો સપાટો : ૧ર કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવાયા
ગાંજો, મોબાઈલ, વાહન મળી ૭.૪૮ લાખનો મુદ્દામાલ એ-ડિવિઝન પોલીસે કબજે કર્યો
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરના ખોડિયારનગરમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિર સામે શિવમ્ એન્ટરપ્રાઈઝની બાજુમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૧ર કિલો ગાંજા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.
આ કાર્યવાહીમાં રમેશ રામાભાઈ દેવીપુજક અને સુંદરપુરીના ભીખાભાઈ રતનભાઈ દેવીપુજકને પકડી લેવામાં આવ્યા હતા. તેની પાસેથી ૧ર.ર૭પ કિલો ગાંજો કિંમત રૂા.૬,૧૩,૭પ૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે ર૦ હજારના બે મોબાઈલ, પ૦ હજારની એક્ટિવા નં.જીજે૧ર - ઈએસ - પ૮૯૩ તથા રોકડા રૂા. ૬૪,૭૮પ કબજે કરવામાં
આવ્યા હતા. તેમજ છુટક વેચાણ માટે રાખેલી પ્લાસ્ટિકની જીપવાળી થેલીઓ કબજે કરવામાં આવી હતી. બન્ને આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી ગાંજાનો જથ્થો લીધો હતો. હાલ એ-ડિવિઝન પોલીસે બન્ને શખ્સોની અટક કરી કેટલા સમયથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ કરે છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ જિલ્લામાં નશાની બદી ડામવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે.

Comments