બિદડા સર્વોદય ટ્રસ્ટની માનવસેવાની અવિરત યાત્રા
બિદડા - કચ્છઉદય : બાવન વર્ષ પહેલા કચ્છમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞની શરૂઆત બિદડા પાંજળાપોળ સંકુલમાં તંબુ બાંધી કરવામાં આવી હતી તે સમયે કોઈ પણ જાતના આધુનિક સાધનો ન હતા, હોસ્પિટલો પણ ન હતી, તેવા સમયમાં તે સમયે કઠીન ગણાતા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવતા હતા. આ નેત્રયજ્ઞની શરૂઆતમાં સાધુ પુરૂષ સંત એવા ડો. શિવાનંદ અધવયું, ડો. સીંઘ, ડો. એસ. કે. સાવલા તથા ડો. જયંત વસા જેવા નિષ્ણાંત ડોકટરો દિવસ રાત જોયા વગર સેવા આપતા હતા. નેત્રયજ્ઞની સફળતા બાદ બિદડા સવૉદય ટ્રસ્ટ હોસ્પિટલનું નિર્માણ થયું અને શરૂઆત થઈ લક્ષ્મીજયોત આઈ હોસ્પિટલની બાવન વર્ષના અથાગ પરિશ્રમ દ્વારા આજે આ હોસ્પિટલ વિશાળ સકુલમાં ફેરવાઈ ગઈ છે. લક્ષ્મીજયોત આઈ હોસ્પિટલમાં જાણીતા દાનવીર દામજીભાઈ એકરવાલા તથા જાદવજીભાઈ એન્કરવાલા પરિવાર તરફથી આંખના પડદાની સારવાર માટે અત્યંત આધુનિક સાધનોથી સુસજજ એન્કરવાલા આઈ રેટીના સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. આ વિભાગમાં સ્વ. કાંતીસેન શ્રોફ (પૂ. કાકા)ની સ્મૃતિમાં ખૂબ જ મોંઘુ આખના પડદાની સારવાર માટેનું મશીન શ્રોફ ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલ અને શાંતિલાલ રામજી ગાલાની સ્મૃતિમાં નવનીત ફાઉન્ડેશન દ્વારા આંખની હોસ્પિટલ માટે ઓપ્ટિકલ બાયોમીટર પણ ભેટ મળેલ છે. તેમજ હાલમાં જ ઓ.સી.ટી. મશીન અમેરિકાના ધારિણી અને જયવંત સાવલાના સહયોગથી મળેલ છે.
બીનાબેન અને કિશોર વોરાનાં સહયોગથી ચાલતી બાવનમી સર્વરોગ નિદાન સારવાર શિબિરમાં કુંદી અને બિપીન કાપડીયા (કેલિફોનિયા, અમેરિકા)ના અનુદાનથી તેમજ જી. કે. જનરલ હોસ્પિટલ તથા જીલ્લા અધત્વ નિયંત્રણ સમિતિના સહયોગથી યોજાયેલ ત્રિદિવસીય નેત્રયજ્ઞમાં ૪૮ દર્દીઓની આંખની તપાસણી કરવામાં આવી હતી. જેમાથી ૧૯૭ દર્દીઓના આંખના મોતીયાના ઓપરેશન વિનામૂલ્યે સ્થાનિકે કરવામાં આવ્યા હતાં. આ નેત્રયજ્ઞમાં વષોથી ટ્રસ્ટ મધ્યે સેવાઓ આપવા સતત મોખરે રહેતા ડો. જુગલ શાહ અને તેમની સાથે ડો. સુનંદા વસા, ડો. દર્શન શાહ તથા સસ્થાના સ્થાનિક ડો. વિરલ રાણર્એ સેવાઓ આપી હતી. આ શિબિરમા ડોંબીવલી ગ્રુપના સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. ઓપરેશન થયેલ દરેક દરદીઓને આવન-જાવન, રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ ચશ્મા અને દવાઓ આપવામાં આવી હતી. શેરો શર્ટ તરફથી તમામ દરદીઓને શર્ટ આપવામાં આવ્યા હતા તેમજ સ્વ. રતનબેન ગાંગજી મારૂ હા. જતીન મારૂ તરફથી સુખડી આપવામાં આવી હતી.
લાખણીબાઈ રામજી તેજશી ગાલા સોજન્યથી યોજાયેલ દંતયજ્ઞમાં ૩૫૦ દર્દીઓની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરતમંદ ૧૨૬ દદીઓને દાંતને લગતા રોગોની સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ દંતયજ્ઞમાં મુંબઈના ડો. હિતેન વીરા, ડો. ભાવેશ ખત્રી, ડો. નિતેશ કટારીયા, ડો. આશિષ રાવલ અને ડો. વિકાસ ગુપ્તાએ સેવાઓ આપી હતી. સ્થાનિક ડો. રેણુ સારસ્વત તથા ડો. સુમીત મકવાણાએ વ્યવસ્થા સંભાળી હતી. દંત વિભાગમાં સોમ થી શનિ દરમ્યાન દૈનિક સ્થાનિક ડોકટરો ઉપરાંત વિવિધ ફેકલ્ટીના વિઝિટીંગ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ છે. તદઉપરાંત લાલજી ખેતશી ગોગરી ચેરીટેબલ ટ્રસ્ટના અનુદાનથી યોજાયેલ પેરીફેરી કેમ્પ (વિવિધ સેન્ટરો મધ્યે તપાસણી) મા આંખનાં ૧૩૧૪ દર્દીઓ અને ૪૧૪ દાંતરોગના દદીઓની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતુ કે ટ્રસ્ટ મધ્યે અતિ આધુનિક સગવડ ધરાવતાં આંખ વિભાગમાં દેનિક સોમવાર થી શનિવાર સવારે ૯ થી ૧૨.૩૦ દરમ્યાન આંખના દરદીઓની તપાસણી કરી રાહતદરે ઓપરેશન કરવામાં આવે છે. મહિનામાં બે વખત રેટીના સર્જન ટ્રસ્ટ મધ્યે આંખના પડદાની તકલીફ ધરાવતા દરદીઓની તપાસણી કરી સારવાર કરવામાં આવે છે. તદઉપરાંત આ શિબિરમાં નિઃસ્વાર્થે જહેમત ઉઠાવનાર તમામ ડોકટરો, સ્વયંસેવકો અને સ્ટાફનો આભાર વ્યકત કરયો હતો.
--------

Comments