માધાપર રાજપૂત ક્ષત્રિય નૂતન સમાજ ભવનનું રવિવારે ખાતમુહૂર્ત
ભુજ -કચ્છઉદય : માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નૂતન સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરાશે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રવિવારે તા. ૧૮-૧ના સવારે ૧૧ કલાકે રાખવામાં આવ્યું છે.
માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ જગદીશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માધાપર ખાતે કેશરબાગ રોડ પર મહાદેવ હિલ્સની બાજુમાં નૂતન સમાજ ભવનનું નવનિર્માણ માટે ખાતમુહૂર્ત સવારના ૧૧ કલાકે રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, મહારાણી પ્રીતિદેવી, પ્રતાપસિંહ હનુમતસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના આગેવાનો, સંતોની ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સરસ્વતી વંદના, દિપ પ્રાગટય, આગેવાનોના પ્રાસંગિક પ્રવચન, તલવાર રાસ, આર્મી બેન્ડ શૌર્ય પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. ત્યારબાદ મહાપ્રસાદ રાખેલ છે તેવું સંસ્થાના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યુું હતું.
------------

Comments