Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિરનો જન્મદિવસ સેવાકાર્યો કરાયા

16 January



ભુજ - કચ્છઉદય : પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહિરના જન્મદિવસ ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે સેવા કાર્યો સાથે ઉજવાયો હતો. હાથ લંબાવી શકતા નથી અને માંગી શકતા નથી તેવા પરિવારોને ટીફીનો પહોંચતા કરવામાં આવ્યા હતા. ગરીબ વિસ્તારમાં બાળકોને તેમજ મોટેરાઓને અલ્પાહાર કરાવ્યો હતો. સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નર્મદાબેન ગામોટ, જટુભાઈ ડુડીયા, અંકિતાબેન ધોકાઈ, માલશ્રીબેન ગઢવી, રાજુલાબેન શાહ વગેરે પણ જોડાયા હતા. બાળકોએ આરંભમાં હેપી બર્થ ડે શિવજીભાઇ આહિર કહીને શુભેચ્છાઓ પાઠવી હતી.
---------

Comments

COMMENT / REPLY FROM