Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં એસપીની લાલઆંખથી કુખ્યાત તેલચોર નટીયાના છોરાની ટોળકી નો પશ્ચિમમાં પગપેશારો..!

16 January

નવનિયુકત IPS  શ્રી ગૌતમ ગોર ફરમાવે



અંજાર-વરસામેડી-ગાંધીધામ સમીપે ગળપાદર રોડ પટ્ટામાં તલચોરીના મોટા મોટા અડ્ડા ધરાવનારા નટીયાના છોરાની ટોળકીને પૂર્વ કચ્છ એસપીશ્રીએ ધોળા દિવસે તારા દેખાડવા જેવી હાલત કરી દીધી હોવાથી હવે આ તેલચોરી ગેંગએ મુંદરા-ખેડોઈ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં તેલચોરીનો ધમધમાવ્યો મોટો અડ્ડો : કોની મંજુરી? કયા ખાખીધારીની છે ભાગબટાઈ?

પશ્ચિમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડા તટસ્થ-કડક અધિકારીની ધરાવી રહ્યા છે છબી : નટીયાના છોરાની ટોળકીનું મુંદરાથી લાકડીયા સુધી વકરી ચુકેલ છે મોટું નેટવર્ક : જો જો મુંદરામાં દારૂની જેમ નટીયાના છોરાની તેલચોરીના નેટવર્ક પર પણ કયાંક સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી ત્રાટકી ન જાય..?


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર તેલ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેલ ચોરી સાથે સંકળાયેલા તત્વોએ પશ્ચિમ કચ્છ તરફ પગપેસારો કર્યો હોવાની ચર્ચા જોર પકડી રહી છે. પૂર્વ્‌ કચ્છમાં અંજારના આંતરીક વિસ્તારો તથા ગાંધીધામના ગળપાદર પટ્ટા ઉપરાંત કંડલા વિસ્તારમાં પણ વાહનોમાંથી તેલચોરી કરી તેનો ગેરકાયદેસર સંગ્રહ કરી અને તે અમદાવાદ સહિતના વિસ્તારો સુધી પહોચાડવાનું વિશાળ નેટવર્ક ધરાવતા નટીયાના છોરા જીગર-અમિતની ગેંગને પૂર્વ કચ્છમાં તો એસપીશ્રી સાગર બાગમાર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરતા ન માત્ર તેઓને ભુર્ગભમાં ઉતરી જવાની નોબત આવી બલ્કે હવે જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વમા અડ્ડા બંધ થઈ ગયા હોવાથી આ ગેગ પશ્ચીમ વિસ્તારમાં ગોઠવણથી પગપેશારો શરૂ કરી દીધો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, મુંદરા પટ્ટામાં ખેડોઈ સમીપે આવેલી એક હોટેલમાં નટીયાના છોરાની ટોળકીનો તેલચોરીનો મોટો પોઈન્ટ શરૂ થવા પામી ગયો છે. આ બાબતે ચર્ચાતી વિગતોની સહેજ વાત કરીએ તો ખાસ કરીને મુન્દ્રા રોડ પર ખેડોઈ પાસે આવેલી એક હોટલના પરિસરમાં તેલ ચોરીનું મોટું અડ્ડું સક્રિય હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.આક્ષેપ મુજબ, ‘નટિયાના છોરા’ તરીકે ઓળખાતા અમિત-જીગરના ગોઠવાયેલા નેટવર્ક દ્વારા અગાઉ પૂર્વ કચ્છમાં તેલ ચોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. પરંતુ પૂર્વ કચ્છના એસપી દ્વારા કાયદાનો દંડો મજબૂતીથી ચલાવતા અંજાર, વરસામેડી રોડ સહિતના વિસ્તારોમાં તેલ ચોરીના મામલાઓમાં પોલીસ ફરિયાદો નોંધાતા હવે આ તત્વોએ પોતાની પ્રવૃત્તિઓ પશ્ચિમ કચ્છ તરફ ખસેડી હોવાનું કહેવાઈ રહ્યું છે.નટીયાના છોરાની જીગર-અમિતની ટોળકી દ્વારા હાલમાં મુન્દ્રા તાલુકાના ખેડોઈ નજીક આવેલી હોટલના પરિસરમાં બેફામ રીતે તેલ ચોરીની કામગીરી ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ચર્ચા મુજબ, મુન્દ્રાથી લઈ લાકડીયા સુધી તેલ ચોરીનું વ્યાપક નેટવર્ક ફેલાવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક સ્તરે કેટલાક ખાખીધારીઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં એવી લાગણી છે કે જો સમયસર કડક કાર્યવાહી ન કરવામાં આવે તો પશ્ચિમ કચ્છમાં પણ પૂર્વ કચ્છ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તંત્ર શું પગલાં ભરે છે તે અંગે લોકોની નજર મંડાઈ છે.

........

Comments

COMMENT / REPLY FROM