નલિયા-વાયોર રેલ્વે લાઈનના નવા સર્વે નંબરોની અબડાસા પ્રાંત કચેરીએ સુનાવણી
નલીયા : નલીયા-વાયોર રેલ્વે લાઈન માટે જમીન સંપાદનની અગાઉની કામગીરી પ્રગતિતમાં છે તે વચ્ચે વધારાના સર્વે નંબરોના ક્ષેત્રફળના સંપાદન માટેના વળતર અંગેની સુનાવણી નલીયા પ્રાંત કચેરી ખાતે હાલે ચાલુ છે.
વાયોર-નલીયા રેલ્વે લાઈન માટે અગાઉ એવોર્ડ અપાઈ ચુક્યા છે.હાલ નવા સર્વે નંબરોનો ઉમેરો થતા તેના ક્ષેત્રફળના આધારે નવા ઉમેરો થયેલા સર્વે નંબરોના વળતરની કામગીરી નલીયા પ્રાંત કચેરી ખાતે હા થ ધરાઈ છે.અબડાસા પ્રાંત અધિકારી સી.એમ.પ્રજાપતિ અને રેલવેના એસ.એસ.ઈન્જી. આર.કે.સિંઘ સુનાવણી દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.નલીયાથી લઈ વાયોર સુધીના ગામોના ૭૭ જેટલા ખેડુત ખાતેદારો જેમની જમીન સંપાદન થઈ રહી છે તેમને સાંભળી તેમના પ્રશ્નોની નોંધ કરવામાં આવી રહી છે.વળતર અગાઉની જેમ જંત્રના જે ભાવ હોય તેનાથી ચાર ગણું અને અલગ-અલગ સર્વે નંબર પ્રમાણે જાહેર કરાયું છે જેના વાંધા-સુચનો સહિત્ની હાલ પ્રક્રિયા ચાલી રહી છે.

Comments