Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા બાર એશો. દ્વારા નલીયા મામલતદાર કચેરીના પડતર પ્રશ્નોની કરાઈ રજુઆત

15 January




કચેરીના અમુક નાયબ મામલતદારો કામને ધક્કે ચડાવવા સાથે ઉધ્ધત વર્તન કરતા હોવાની રાવ : કોર્ટના હુકમોનો પણ અનાદર કરી નોંધો પાડવામાં આવતી નથી

નલિયા : અબડાસા બાર એશો.દ્વારા નલીયાની મામલતદાર કચેરીના લગતા વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરવા સાથે કચેરીના અમુક નાયબ મામલતદારો કામને ધક્કે ચડાવવા સાથે કોર્ટના હુકમોનો પણ અનાદર કરી નોંધો પાડવામાં આવતી ન હોવાની રજુઆત કરાઈ હતી.
અબડાસા બાર એશો.ના પ્રમુખ લાલજી એલ.કટુઆ, ઉપપ્રમુખ આધમ એેચ.લોધ્રા, મંત્રી એમ.એ.ખત્રી સહિતના વકીલ મંડળ દ્વારા નલીયા મામલતદાર કચેરીમાં વકીલોના વિવિધ શાખાઓના પ્રશ્નો અંગે રજુઆત કરાઈ હતી.રજુઆતમાં જન્મ-મરણમાં ચાલતી અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તેમજ છેલ્લા ૬ માસથી જન્મ-મરણ અંગેની અરજીઓ બોર્ડ પર લેવામાં આવેલ નથી તેની રજુઆત કરાઈ હતી.નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ હંકમ અંગેની રેવેન્યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવાની પ્રક્રિયા પણ કચેરીમાં દાખલ કરવામાં આવતી નથી જેથી તમામ અરજીઓ તાત્કાલિક બોર્ડ પર લઈ યોગ્ય નિકાલ કરવા રજુઆત કરાઈ હતી.નલીયા મામલતદારશ્રી પારખીયા દ્વારા રજુઆતો સાંભળી હાલ એસ.આઈ.આર.ની કામગીરીના લીધ વિલંબ થયો હોવાનું જણાવી સત્વરે અરજીઓનો નિકાલ કરાશે તેવી બાર એશો.ને ખાતરી આપવામાં આવી હતી.
દરમ્યાન મામલતદારશ્રીને કરાયેલી રજુઆતમાં વકીલ મંડળ દ્વારા કચેરીના અમુક નાયબ મામલતદારો કામને ધક્કે ચડાવતા હોવાની અને તેમના ઉધ્ધત વર્તન અંગેની રાવ પણ કરી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM