જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત શિક્ષણમંત્રીનું અભિવાદન
ભુજ - કચ્છઉદય : તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણમાં ત્રિકમભાઈ છાંગાનું રાજ્ય સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થતાં કેરા ખાતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમનું શાલ, બુકે અને તલવાર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્ય શિક્ષક સંગઠનના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ નરેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષણ પ્રેમી દાતા પ્રવિણ ભદ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments