Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણાની પોષણ ઉડાન કાર્યક્રમની ઉજવણી

15 January


ભુજ - કચ્છઉદય : કચ્છની આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉડાન -૨૦૨૬’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીમાં કુપોષણ ઘટાડવું, આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવી અને સમાજના દરેક વર્ગને પોષણયુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો. ‘સ્વસ્થ  કિશોરી  - સ્વસ્થ ભારત’ એ જ પોષણ ઉડાનનો મુખ્ય સંદેશ આપવામાં આવ્યો હતો. આંગણવાડી કક્ષાએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ‘પોષણ ઉડાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રમાં  આઈસીડીએસ અંતર્ગત લાભ લઇ રહેલા બાળકો,કિશોરીઓ અને માતાઓ,સ્થાનિક શાળાઓ,એનજીઓ અને સમુદાયના આગેવાનો તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે જન ભાગીદારીથી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ,જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ, સી.ડી.પી.ઓ.,મુખ્ય સેવિકા, સ્ટાફ, આંગણવાડી કાર્યકર, કિશોરીઓ, વાલીઓ, સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાન હાજર રહ્યા હતાં. ૨૦૯૨ આંગણડવાડીમાં ઉજવણી થઇ,જેમાં ૧૦૬૮૮ કિશોરી પૂર્ણાની પોષણ ઉડાન કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ કિશોરીઓને નાની ઉંમરે લગ્ન કરવા નહીં અને શાળામાંથી ડ્રોપ આઉટ  થયેલ કિશોરીઓને ફરીથી શાળા પ્રવેશ તેમજ વોકેશનલ ટ્રેનિંગ લેવા માટે અનુરોધ કર્યો હતો, સાથે જ તેઓને પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા પૂર્ણા યોજના વિશે વિશેષ સમજણ આપવામાં આવી હતી, તેમજ બહારના ફૂડ પેકેટ કરતા આંગણવાડી કેન્દ્રોમાં મળતા ટી.એચ.આર.ના પેકેટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM