લોરિયા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળો યોજાયો
ભુજ -કચ્છઉદય : જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ લોરીયા ગામની પ્રાથમિક શાળા ખાતે કિશોરીઓના આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતાને ધ્યાને લઈને કિશોરી મેળો અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આં કાર્યક્રમમાં સીએચઓ ધ્રુવલભાઈ, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, ૧૮૧ મહિલા અભયમના કાઉન્સેલર પ્રવીણાબેન, મુખ્ય સેવિકા કુન્દાબેન ગોર, રાધાબેન ચાડ, રમીલાબેન, ટીનાબેન, ઇન્દ્રજીતસિંહ, જીગરભાઈ, ભાવનાબેન ગરવલીયા, આચાર્ય હેતલબેન પરમાર તેમજ સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ફોરમબેન વ્યાસે કિશોરીઓના માનસિક અને શારીરિક ફેરફાર વિશેકિશોરીઓને માહિતગાર કર્યા હતા. હેતલબેન પરમારે જણાવ્યું હતું કે અહીંથી જે કંઈ માહિતી આપવામાં આવેછે તેનું અમલ કરવું એ શારીરિક સ્વાસ્થ્ય માટે મહત્વનું છે. ધ્રુવલભાઈએ કિશોરીઓને સેનેટરી નેપકીનના ઉપયોગ અને નિકાલ સાથે હાઈજીન વિષે માહિતી આપવામાં આવી હતી. કુન્દાબેન ગોર દ્વારાપોષણ વિષે માહિતી આપવામાં આવેલ હતી. કાર્યક્રમ દરમિયાન મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કિશોરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટ, વજન, ઉચાઇ કરવામાં આવ્યું હતું. આયોજન દ્વારા લોરિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાએ જતી, ન જતી કિશોરીઓમાં જાગૃતિ અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે.
----

Comments