ગાંધીધામના મીઠીરોહરમાંથી ઝડપાયેલ યુરીયા ખાતરકાંડમાં ચલકચલાણાંની ગંધ : પાર્ટીનું નામ કાઢવા પેટે મોટી તોડ..?
માલ પકડાયો ફેકટરીમાથી, દેખાડાયો અન્યત્રથી? એવુ તો નથી ને?
ખેડુતોના હિતનું સબસીડીવાળું ખાતર પ્લાયવુડની કઈ કંપની તરફ જતુ હતું? રેઝિન પ્લાન્ટવાળા કયા શખ્સોના નામો ફરીયાદમાંથી દુર કરાયા?
બનાસકાંઠાથી લાવવામાં આવતો હતો સબસીડીવાળો યુરિયા : કંપનીનું નામ બહાર લાવવાની માંગ, ‘તોડ’ની ચર્ચાએ ઉઠાવ્યા પ્રશ્નો : આખેઆખુ ટ્રેઈલર પકડાયુ છે તેનોમુદામાલ જે દેખાડાયો એટલેા જ હશે કે મુદામાલ ઓછો દેખાડીને સેટીંગ કરી અને મોટા મગરમચ્છોને બચાવાનો પ્રયાસ થયો છે..!
ગાંધીધામ : તાજેતરમાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારમાંથી આધાર-પુરાવા વિના લઈ જવામાં આવતો મોટી માત્રામાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૨.૦૮ લાખ કિંમતના યુરિયા ખાતર સહિત ટ્રેઇલર, મોબાઇલ વગેરે મળી કુલ રૂ. ૧૪.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસનો સર્વેલન્સ સ્ટાફ મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રેઇલર વાહનમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે મીઠીરોહર ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાંથી સંદિગ્ધ ટ્રેઇલરને રોકી તપાસ કરતા તેમાં ૩૪.૭૪૦ ક્વિન્ટલ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. વાહનચાલક બનાસકાંઠાના ભરડવા ગામના ભરતભાઈ હીરાભાઈ ગોહીલની પૂછપરછ કરતાં તે ખાતર અંગે કોઈ કાયદેસર દસ્તાવેજ કે સંતોષકારક જવાબ રજૂ કરી શક્યો ન હતો.
પોલીસે રૂ. ૨,૦૮,૪૪૦ કિંમતનો યુરિયા ખાતરનો જથ્થો, ટ્રેઇલર અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧૪.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મ્દ્ગજીજીની કલમ ૧૦૬, ૩૫૧ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કયાંક ને કયાંક આ કાર્યવાહીમાં ચલકચલાણું થયુ હોવાની ગંધ ફેલાવવા પામી રહી છે. કારણ કે, બનાસકાંઠાથી આવતા સબસીડીવાળા યુરીયા ખાતરના જથ્થા સાથે એક શખ્સ પકડાયો તો આ જથ્થો કયા લઈ જવાતો હતો, તે વ્યકીત-શખ્સ કેમ હજુ સુધી આબાદ છે? પ્લાયવુડમાંઅમુક રેઝિન પ્લાન્ટવાળા આવા સરકારી યુરીયા ખાતરનો ગેરકાયેસર ઉપયોગ કરી રહ્યા હોવાની ચકચાર સર્વસામાન્ય છે, તો પછી આ કેસમાં આવા રેઝિનવાળા શખ્સનુ નામ કેમ હજુ સુધી બહાર નથી આવતુ? શું ફરીયાદમા તેનું નામ ન લેવા સબબની કોઈ છાની ગોઠવણીઓ કરવામાં આવી છે કે કેમ? કહેવાય છે કે, આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થતો અટકાવવા માટે લાખોની તોડ આ કેસમાં થવા પામી ગઈ છે? હકીકતમાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવાની જરૂર છે કે, આ કેસમાં કઈ કંપની હતી? રેઝિનવાળા કયા પ્લાન્ટમાં આ યુરીયા ખાતરનો જથ્થો જતો હતો? કહેવાય છે કે, આ યુરીયા ખાતરનો જથ્થો આશાપુરાના માતાજીના આર્શીવાદથી ચાલતી રેઝિન પ્લાન્ટમાંથી જ પકડાયો હતો અને તેને અન્યત્ર ઝડપાયેલો દેખાડવામા આવી રહ્યો છે? એવુ તો નથી? તેના પેટે તો છ લાખની રકમની તોડ કરવામાં નથી આવીને?હવે જનતા અને ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થાય, યુરિયા ક્યાં જતું હતું, કઈ કંપનીને ફાયદો થવાનો હતો, અને આ ગેરકાયદેસર હેરાફેરી પાછળ કોણ કોણ સંકળાયેલા છે તે બધું જાહેર થવું જોઈએ. જો કંપનીના માલિકો અને સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી થશે તો જ આક્ષેપો ખોટા સાબિત થશે, નહિતર શંકાનો વાદળ વધુ ઘેરો બનશે.’
................
સવાલ સવામણનો? : શંકાની સૂઈ કંપની તરફ કેમ નથી વળી રહી?
• આ કાર્યવાહી બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ખેડૂતો માટે સબસીડીવાળું યુરિયા ખાતર ખાનગી કંપની સુધી કેવી રીતે પહોંચતું હતું? જો બનાસકાંઠાથી ખાતર લાવવામાં આવતું હતું, તો તેનો અંતિમ ગંતવ્ય કયું હતું?• ચર્ચાઓ મુજબ એક ખાનગી કંપનીનું નામ પણ સપાટી પર આવ્યું છે, તેમજ તેમાં સંકળાયેલા કેટલાક શખ્સોની ઓળખ પણ બહાર આવી હોવાનું કહેવાય છે.
પરંતુ આશ્ચર્યજનક રીતે, અત્યાર સુધી ન તો કંપનીનું નામ સત્તાવાર રીતે જાહેર થયું છે, ન તો તેની સામે કોઈ કડક કાર્યવાહી દેખાઈ રહી છે. •સ્થાનિક ચર્ચાઓમાં એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે લાખોની રકમની ‘તોડ’ લઈને મામલો દબાવવાનો પ્રયાસ થયો છે.

Comments