અડધા બનેલા વરસાણા-ભુજ હાઈવે ટોલ ઉઘરાણા બંધ કરો!
કંડલા મુંદરા ટ્રાન્સપોર્ટ વેલફેર એસો. તથા ટ્રક ઓનર્સ વેલ્ફેર ફાઉન્ડેશન-રતનાલ સહિતના ટ્રાન્સપોર્ટર દ્વારા વહીવટીતંત્રને કરાઈ રજુઆત
રોડનું ૧૦૦ ટકા કામો પૂર્ણ ન થાય ત્યા સુધી ટોલ વસુલાત ન થવી જોઈએ : રેલડી ફાટક સહિતમાં આ રોડનું કામ છે અધુરૂ : લોકો પર આર્થીક લુંટ ન ચલાવાવા ટ્રાન્સપોર્ટર અગ્રણી ભગીરથસિંહ જાડેજાએ તંત્રને કરી સ્પષ્ટ અપીલ
ગાંધીધામ : ભુજ-મીમાસર વરસાણા રોડ અધુરો છે, કામ પૂર્ણ નથી થયુ અને આજથી ટોલ પર ટેક્ષ ઉઘરાવાવનુ શરૂ કરી દેવામા આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડવાનુ પણ શરૂ થવા પામી ગયુ છે. આ વિસ્તારમાથી પસાર થતા વાહનોના ટ્રાન્સપોર્ટરોના સંગઠન અને તેના આગેવાનો દ્વારા પણ આ અંગે આક્રમક લેખિત રજુઆત પણ કરવામાં આવી છે. ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટર આગેવાનો દ્વારા રોડ નહી તો ટોલ નહીના ભાગરૂપે જ ઉગ્ર વિરોધ દેખાવ કરી અને જયા સુધી રોડ ૧૦૦ ટકા કામ પૂર્ણ ન થાય ત્યા સુધી ટોલ ચાલુ ન કરવાની લેખિત રજુઆત કચ્છ કલેકટરશ્રીને કરી હોવાનુ સામે આવી રહ્યું છે.અડધા બનેલા વરસાણા-ભુજ
હોવાનુ સામે આવી રહ્યું છે.
વરસાણા થી ભુજ સુધીનો રસ્તો હાલમાં જ નવો બને છે જેમાં ૨ ટોલ નાકા આવેલા છ.ે જે રોડ ખૂબ જ નબળી ગુણવત્તાનો હોવા છતાં, આજથી ટોલ વસૂલાત શરૂ થઈ ગઈ છે. ટ્રેડ ને કોઈપણ આગોતરી જાણ કર્યા વગર ફક્ત ૧ દિવસ અગાઉ સ્થાનિક ન્યુઝ પેપર માં જાહેરાત કરવામાં આવેલઅને એક જ દિવસ માં ટોલ ચાલ એવી જાહેરાત કરવામાં આવેલ છે અમને લોકો ને જે પાર્ટીનું કામ કરતા હોય એમને ૧૫ થી ૩૦ દિવસ એડવાન્સ માં જાણ કરવાની હોય છે કે આ ટોલ નાં કારણે આ મુજબ કોસ્ટ વધુ લાગશેએના બદલે રસ્તાનું કામ હજુ પણ અધુરું હોવા છતાં ૧ દિવસ અગાઉ પેપર માં જાહેરાત આપી અચાનક ટોલ ચાલુ કરવાની જાહેરાત તમામ ટ્રક માલીકો તેમજ અન્ય વાહનચાલકો માટે એક આધાત સમાન છે.
રજુઆતમાં જણાવાયું છે કે, ચોમાસા દરમિયાન જ રોડ તુટી ગયેલ જેમાં થુંક સાંધા જેવું રીપેરીંગ કરેલ જેનાથી આપ પણ વાકેફ છો.રસ્તા માં ઘણી બધી જગ્યા એ કામ પુરુ નથી એટલે ટ્રાફિકજામ ની સમસ્યા ઓ તેમજ ડાઈવરઝન પણ ઘણા,કુકમા રેલડી પાસે બ્રિજ નુ કામ બાકી છે દરરોજ ટ્રાફીક જામ ની સમસ્યા હોય છે અને ટોલ બુથ ની બાજુ માંજ,રોડ નું કામ બાકી છે.તેમજ કુકમા કાટક ઉપર રોજીંદી ટ્રાફિકજામ ની સમસ્યા ઓ હોય જ છે.વરસામેડી વેલસ્પન કંપની પાસે બ્રિજ નું કામ અધુરુ છે.ભારત દેશ માં સહુ થી વધુ ટોલનાકા આપણા કચ્છ જીલ્લા માં છે જેનું દરરોજ નું કલેક્શન ૫ કરોડ થી વધુ જેવાર્ષિક ૨૦૦૦ કરોડ થાય છે જેમાં !” “ ક્યાંય એક દિવસ માટે પણ ખાવ વાળો કે કોઈ પણ તકલીફ ના થાય એની સુવિધા આપવાની જવાબદારી નૅશનલ હાઈવે ની છે છતાં પણ આપણ ને આટઆટલા રુપિયા આપવા છતાં રોડ ના નામે ખાડા,અકસ્માત,ટ્રાફીક જામ અને આવી અનેક સમસ્યા ઓ મળે છે. ટ્રાન્સપોર્ટ અગ્રણી ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં તમામ સભ્યોએ કલેકટરશ્રીને આપેલ આવેદન-રજુઆતમાં તેઓ દરમિયાનગીરી અને પ્રથમ રસ્તાના પ્રશ્નનું નીરાકારણ કરાવે તે બાદ જ ટોલ વસુલાત શરૂ થાય તે બાબતે ભાર પૂૃવક કહ્યુ છે.

Comments