Trending News
સ્થાનિક સમાચાર

 “અધૂરા રસ્તે ટોલનો ભાર! — ભુજ-અંજાર-ભીમાસર રોડ પર જનતાને અન્યાય?” ઠેકેદાર- NHAI સામે બાંયો ચડાવો- નહી તો ભોગ બનવા રહો તૈયાર..!

15 January



ભુજ-ભીમાસરનું કામ રાખનાર જી આર ઈન્ફ્રા કંપનીને કામ પૂર્ણ થયાનું એનઓસી જ કઈ રીતે મળી ગયું? કુકમા પાસે હજુ તો જમીન સંપાદનનો જ અટકેલો છે મુદ્દેા? રોડ અધુરો પડયો છે, જે બન્યો છે તેમાં ઠેર-ઠેર પેચીંગ કરેલા થીગડાં લગાડેલા છે, અ ને તેની વચ્ચે જ પ્રજાજનો પર ટોલ ઉઘરાણાનો ગોઠવાઈ રહ્યો છે પેંતરો : પ્રજાજનો જાગૃત બનો, આવી અડધી અધુરી સુવિધાઓમાં ટોલ ચુકવતા થઈ જશો તો નેશનલ હાઈવે ઓથોરીટી કે બારાતુ ઠેકેદારો પછી તો જરા સહેજ પણ દાદ નહી આપે, : અત્યારથી જ ટોલ ઉઘરાણા કરનારાઓની સામે કડકાઈથી પ્રજાહિતની તાકાતનો દેખાડો પરચો

જાહેરાત અપાઈ છે, પણ આજથી હજુ ટોલ શરૂ નહીં થાય, અમારી કક્ષાએથી નહી, ટોલનાકાના નિર્ણય ઉચ્ચકક્ષાએથી લેવાતા હોય છે, રોડમાં અધુરાશો હશે તો ચોકકસથી ફેરચકાસણીઓ કરી ઠેકેદારથી પૂર્ણ કરાવીશું : શ્રી સ્વામી (નેશનલ હાઈવે ઓથોરીટી)



ગાંધીધામ : કેન્દ્ર સરકાર કચ્છને વિશ્વ પ્રવાસન કક્ષાએ ઝળકાવવા પ્રયાસો કરે છે, અને તેને આનુસંગીક સુવિધાઓ વિકસાવી રહી છે  અને તે માટે કરોડોના ખર્ચે રોડ-રસ્તાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજીતરફ અમુક માટીપગા તંત્ર અને ભ્રષ્ટ ઠેકેદારો નફાખોરીની લ્હાલમાં આવા કામોમાં થુંકના થીંગડા લગાવી લોટપાણીને લાકડાનો તાલ કરી રહ્યા છે. દરમ્યાન જ ભુજ-ભીમાસર વચ્ચેનો નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ઠેકેદાર પાસેથી અંદાજીત ૧ર૦૦ કરોડની રકમથી રોડ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ રોડ રસ્તામાં લીંપાપોત્તી જ રખાઈ છે, શરૂઆતથી જ આ રોડ બનાવનારી ઠેકેદાર પાર્ટી વિવાદમાં જ રહેલી છે, હજુય આ રોડનું કામ અધુરૂ પડયું છે, જમીન સંપાદનનો વિષય લટકેલો પડયો છે, કુકમા ફાટક પાસે કામ અધુરૂ છે, રોડ જે બન્યો છે તેમાં વોબલીંગની સમસ્યાઓ રહેલી છે, તો પછી આ રોડ બની ગયાનો એનઓસી મળી કેમ ગયું? અપાય જ કેવી રીતે? કોણે આ રોડનું નિરિક્ષણ કર્યુ છે? નેશનલ હાઈવે દ્વારા જ આ રોડ પર ટોલ ઉઘરાણા શરૂ કરવાની સત્તાાવર જાહેરાત પણ કરી દેવાઈ છે, આવા અડધા અધુરા બનેલા રોડનો ટોલ કેમ પ્રજા પાસેથી ઉઘરાવી શકાય?
લોકોમાં આતરીક રીતે ભારે રોષ ભભુકી રહ્યો છે. ભુજ-અંજાર-ભીમાસર માર્ગ પર ૧૫/૦૧/૨૦૨૬થી ટોલ ટેક્સ વસૂલાત શરૂ કરવાની જાહેરાત થતાં સ્થાનિક લોકોમાં આંતરીક રીતે રોષ જોવા મળી રહ્યો છે. 
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, કાર, જીપ અને વાન જેવા હળવા વાહનો માટે કુકમા ટોલ પર એક તરફની મુસાફરી માટે ૬૦ રૂપિયા અને વરસામેડી ટોલ પર ૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હળવા કોમર્શિયલ વાહનો, બસ અને ટ્રક માટે પણ અલગ-અલગ શ્રેણી મુજબ ટેક્સના દરો નક્કી કરાયા છે. જે વાહનચાલકો ૨૪ કલાકની અંદર પરત ફરવાના હોય તેમને ૨૫ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે, જ્યારે સ્થાનિક ૨૦ કિમીની ત્રિજ્યામાં રહેતા બિન-વ્યાવસાયિક વાહનો માટે માસિક ૩૪૦ રૂપિયાનો પાસ કાઢી આપવામાં આવશે.
કુકમા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલબુથ પરથી ટોલ ઉઘરાવવાની તૈયારી કરવામાં આવી છે, પરંતુ હકીકત એ છે કે આ માર્ગનું કામ હજુ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી.
કુકમા રેલવે ક્રોસિંગ તથા વરસામેડી ઓવરબ્રિજનું કામ આજે પણ અધૂરું છે, જેના કારણે દરરોજ ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. ખાસ કરીને રેલવે ફાટક પાસેની સ્થિતિ અત્યંત કફોડી બની છે.ભીમાસર તરફના માર્ગની હાલત તો વધુ દયનીય છે. અનેક જગ્યાએ રસ્તો તૂટેલો છે, આડેધડ પેચવર્ક કરવામાં આવ્યું છે, સરફેસ લેવલ બરાબર નથી અને વાહનો સતત વોબલીંગ થાય છે. આમ છતાં, દ્ગૐછૈં દ્વારા ઉતાવળે કુકમા પાસે ટોલ શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. હકીકતમાં આ બાબતે કચ્છની મોટરીંગ પબ્લીક, જરૂરી ટ્રાન્સપોર્ટ સંગઠનો, આગેવાનો, સહિતનાઓએ જાગૃત બની અને સવાલ ઉઠાવવા જોઈએ કે, “સૌપ્રથમ રસ્તાની ગુણવત્તા ચકાસવી જોઈએ, જરૂરી હોય તો આખી સરફેસ ફરીથી ઓવરલેપ કરવી જોઈએ, અને જમીન સંપાદનનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલની મંજૂરી આપવી જોઈએ.” અધૂરી કામગીરી છોડી ગયેલા ઠેકેદાર સામે પણ કોઈ કડક કાર્યવાહી ન થવી ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.જો આ રીતે અધૂરા રોડ પર ટોલ વસૂલાત શરૂ થશે તો લોકઆક્રોશ ભભૂકી ઊઠશે તે નક્કી માનવામાં આવે છે.બીજીતરફ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના શ્રી સ્વામીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આજથી હજુ કુકમા પર ટોલની શરૂઆત કરવામા નહી આવે. ચકાસણીઓ બધી કરી રહ્યા છીએ. અમારી કક્ષાએથી નહી ટોલનું ઉચ્ચકક્ષાએથી જ નકકી કરવામા આવતુ હોય છે.  રોડ બનાવનાર ઠેકેદારને ટોલનું કામ નથી આપવામાં આવ્યું. રોડમાં કચાશ કે અધુરાશોની ફરીયાદ હશે તો ફરીથી ચેક કરાવી ઠેકેદાર પાસેથી તેને પૂર્ણ કરવવા અમે કટિબદ્ધ છીએ.’


..................

જનમાનસમાં ઉઠતા રોષપૂર્વકના સવાલો..!


• જ્યારે રોડ અધૂરો છે તો ટોલ કેમ? • શું આ જનતાના ખિસ્સા પર સીધી લૂંટ નથી? • કુકમા રેલવે ક્રોસિંગ અને વરસામેડી બ્રિજનું કામ ક્યારે પૂરું થશે?  જવાબ કોણ આપશે?• તૂટેલા રોડ પર ટોલ વસૂલાતની મંજૂરી કોણે આપી? • NHAI ની જવાબદારી ક્યાં ગઈ? - અડધી-અધૂરી કામગીરી છોડનાર ઠેકેદાર સામે કાર્યવાહી કેમ નહીં? • સૌપ્રથમ રોડની ગુણવત્તા ચકાસણી કેમ ન કરાઈ? • શું સલામતી કરતાં કમાણી મોટી છે? •જમીન સંપાદન પૂર્ણ થયા વિના ર્દ્ગંઝ્ર કેવી રીતે અપાઈ?• ટ્રાફિક જામથી રોજેરોજ પરેશાન જનતાને ન્યાય કોણ આપશે?


.................


વહીવટી તંત્ર દ્વારા ‘યુઝર ફી’ના નામે ઉઘાડી લૂંટ ?

એક તરફ જ્યારે માર્ગ પર ખાડાઓ અને અધૂરા ઓવરબ્રિજને કારણે લોકો હેરાન પરેશાન છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા ‘યુઝર ફી’ના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોય તેવી લાગણી લોકોમાં પ્રબળ બની છે. સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. લોકોની માંગ છે કે જ્યાં સુધી રેલવે ફાટક અને બ્રિજનું કામ ૧૦૦ ટકા પૂર્ણ ન થાય અને ટ્રાફિકની સમસ્યા હલ ન થાય, ત્યાં સુધી ટોલની વસૂલાત મુલતવી રાખવી જોઈએ.’

..................

ધારાસભ્યની ચૂપકીદી અકળાવનારી..?


ગાંધીધામ : ભુજ-અંજાર-ભીમાસરના મહત્વકાંક્ષી રોડની હાલત ખુબ જ દયનીય પડી છે. બન્ને છેડે રસ્તાના  થયેલા કામમાં અનેક જગ્યાએ ગુણવત્તાની સામે સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ બધી જ ગેરરીતીઓ જેવી સ્થિતીની વચ્ચે હવે કુકમા પાસે તો ટોલ નાકુ પણ ચાલુ કરવાની ઉતાવળ કરવામા આવી રહી છે જે સંદર્ભેની જાહેરાતો અપાઈ ગઈ છે. લોકોમાં તો તેન સામે સહેજ આંતરીક રોષ ઉભોથતો જોવાઈ રહ્યો છે પરંતુ આ પ્રકારના અડધેઅડધા છોડી દીધેલા રોડ, કુકમા પાસે જમીન સંપાદનનો સળગતો પ્રશ્ન, વરસામેડી પાસે બ્રીજ ઉપરાંતના રોડની અવદશા, અને ટોલ ઉઘરાવવાની વેતરણ થતી હોય તો સ્ઁશ્રી- ધારાસભ્યશ્રીએ આ બાબતે ચોકકસથી ઠેકદાર પાર્ટી તથા નેશનઈલ હાઈવેનો બરાબરનો ઉધડો લેવો ઘટે તેવુ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM