Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૨૭મી જાન્યુઆરી સુધી હથિયારબંધી જાહેર કરાઈ

13 January



ભુજ - કચ્છઉદય : કચ્છમાં યોજાનારા ધાર્મિક તહેવારો / મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વદયે કચ્છના અધિક જિલ્લાા મેજિસ્ટ્રેાટ ડી.પી. ચૌહાણે તા.૨૭-૧ સુધી સમગ્ર હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લીંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM