ખડીર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ
ગાંધીધામ - કચ્છઉદય : ખડીર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. પી.આઈ. એમ. એન. દવેએ શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન થીમ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓએ સાથે રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેનો કાર્યક્રમ યોજ્યો હતો. રોડ સેફ્ટીના નિયમો, ડ્રાઈવિંગ લાઇસન્સ, ઓવરસ્પિડિંગ, રોંગ સાઈડ, અનધિકૃત પાર્કિંગ સહિતના નિયમો અંગે સમજણ અપાઈ હતી.
કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના ભગીરથસિંહ રાણા, જયપાલસિંહ જાડેજા, કરશનભાઈ ગઢવી, દશરથસિંહ જાડેજા, માવીરસિંહ જાડેજા, કિશોરભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments