બિદડા ખાતે જનરલ સર્જરી અને કેન્સર રોગ શિબિરનું આયોજન કરાયું
ભુજ - કચ્છઉદય : બિદડા સવાંદય ટ્રસ્ટ મધ્યે બીનાબેન અને ડો. કિશોર વોરાના સહયોગથી યોજાયેલ જનહિતાર્થે બાવનમા મેડીકલ અને સર્જીકલ કેમ્પ અંતર્ગત જનરલ સર્જરી અન્ય કેન્સર રોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માતુશ્રી મમીબાઇ હીરજી રતનશીની સ્મૃતિમાં હસ્તે નેમચંદ હિરજી રાંભીયા અને કલ્યાણજી હિરજી રાભીયા (નાના ભાડીયા) શેરો શર્ટસ દ્વારા અનુદાનીત જનરલ સર્જરી શિબિર તેમજ સ્વ. નયના બીપીન ગાલા (અમેરિકા)ની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ કેન્સર રોગ શિબિરમાં કુલ ૨૯૦ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જે પેકી ૧૨૦ જનરલ સર્જરીના અને ૧૫ કેન્સર રોગના દર્દીઓના ઓપરેશન અત્યાધુનિક ઉપકરણો દ્વારા નવનીત ઓપરેશન થિયેટર મધ્યે નિઃશુલ્કે કરવામાં આવ્યા હતાં.
આ કેમ્પમાં વર્ષોથી સેવાઓ આપતા મુંબઈનાં નિષ્ણાંત જનરલ સર્જન ડો. અમુલ સાડીવાલા, ડો. ખુશાલ સાવલા, ડો. નયના દેઢીયા, ડો. ચિંતન સંગોઈ, ડો. ઉમંગ મામણીયા, ડો. બિશ્વનાથ ગોડા, ડો. ઓજસ શાહ, ડો. મૌલિક ફુરિયા, ડો. અક્ષય બારઈ તથા ઓન્કો (કેન્સર) સર્જન ડો. ભરત નંદુ અને ડો. પ્રતિક દોષી દ્વારા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન, તપાસ અને સારવાર આપવામાં આવી હતી અને જરૂરતમંદ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન એનેસ્થેટીક તરીકે ડો. તુષાર દેઢીયા, ડો. પ્રફુલ જીજુવાડીયા તથા અમેરિકાના ડો. ટીન જોન, ડો. સીનાર યેલ, ડો. બ્રેન્ડન સુંંક અને ડો. ડુ એરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. દર્દીઓની પ્રિ-પોસ્ટ તપાસણી સ્થાનિક ફીઝીશીયન ડો. નરોતમ ભાનુશાલીએ સંભાળી હતી. આ કેમ્પમાં સ્વયંસેવક તરીકે જયેશ શાહ, જીત પોલડીયા, જયંતી તિસર, રીટાબેન તિસર, અક્ષય શાહ, દેવાંગ શાહ, રિનલ શાહ, રેખાબેન સંગોઈએ સેવાઓ આપી હતી.
ડો. અમુલ સાડીવાલાએ જણાવ્યું હતુ કે દર્દીઓમાં મોટા ભાગે ગાંઠ, એપેન્ડીકસ, હર્નિયા અને હરસ - મસાના જોવા મળેલ. દર્દીઓ ઈચ્છતા હોય છે કે આ રોગોની સારવાર દવાઓથી થઇ જાય પરંતુ અમુક રોગોની સારવાર માટે ઓપરેશન જરૂરી છે. દરદીઓએ વહેલી તકે ઓપરેશન કરાવવુ જોઈએ જેથી ભવિષ્યમાં આ બિમારી વિકરાળ સ્વરૃપ ધારણ ન કરે. આ શિબિર દરમ્યાન બે દર્દીઓને ર થી ૩ કિ. ગ્રા. ની વિશાળ આકાર ધરાવતી ગાંઠો કાઢવામાં આવી હતી. જેમાં એક દર્દીની ગાંઠ આંતરડા સાથે જોડાઈ ગઈ હતી જેને ખૂબ ચિવટપૂર્વક છૂટી પાડવામાં આવી હતી.
કેન્સર સર્જન ડો. ભરત નંદુએ જણાવ્યું હતુ કે દર્દીઓમાં વિવિધ પ્રકારના કેન્સર જોવા મર્ળે હતી. સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર અને જીભનું કેન્સર પણ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વધુ પડતા વ્યસનના લીધે મોઢા તથા જીભના કેન્સરો થતા હોય છે. કેન્સરની સારવારના ત્રણ રીતે થાય છે. કીમો થેરાપી, રેડીએશન થેરાપી અને કેન્સરનું ઓપરેશન. દર્દીઓના રીપોર્ટ, કેન્સર કયા સ્ટેજ પર છે અને દર્દીના સ્વસ્થતા પરથી નકકી કરવામાં આવે છે કે દર્દીની સારવાર માટે કઈ રીત કારગર નિવડશે. વધુમા જાણવ્યું હતુ કે કેન્સર જેવી બિમારીથી બચવા જાગૃતતા લાવવી જરૂરી છે અને વ્યસનોથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. વહેલી તકે કેન્સરનું નિદાય થાય તે દર્દીની સારવાર વધુ અસરકારક અને ઝડપી બને છે.
ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વષે પણ આ સમગ્ર મેગા કેમ્પમાં પધારેલ ડોકટરો, સ્વયંસેવકો અને સંસ્થાના કમચારીઓ તેમજ સારવાર અથે આવેલ દર્દીઓ અને બરદાસીઓ માટે ભોજનદાતા તરીકે પ્રેમચંદ માણેકચંદ મહેતા પરિવાર અને દર્દીઓને વિના મૂલ્યે દવાઓ પૂરી પાડવાના હેતુને ઘ્યાનમાં રાખી દાતા તરીકે શિરોન ડ્રગ્સ અને કાર્માસ્યુટિકલ પ્રા.લિ. (વિલેપાર્લા - મુંબઈ)એ અગત્યનું યોગદાન આપી આ કેમ્પની સફળતામાં અનેરો ભાગ પૂરૂ પાડયું હતું. ટ્રસ્ટી શાંતિભાઈ વીરાએ જણાવ્યું હતું કે આવી નિઃશુલ્ક આરોગ્ય શિબિરો દ્વારા ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે તેમજ સંસ્થાનાં ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, અને કર્મચારીઓના સહકારથી આ શિબિર સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ તે બદલ તેમની કામગીરીને બિરદાવીને તેમનો આભાર વ્યકત કયો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે દર શનિવારે જનરલ સર્જરીની તપાસણી તેમજ દર મહિને ઓપરેશન કરવામાં આવે છે. વધુ માહિતી અર્થ ૯૫૮૮૦ ૮૬૨૪૪૪ નંબરે સંપર્ક સાધવા જણાવ્યું હતું.
-------

Comments