પ્રફુલ શાહના ‘સુપરકોપ ઓફ ધ બોર્ડર’નું દિલ્હીના નેશનલ બુક ફેર વિમોચન કરશે
ગુજરાતીમાં સફળતા બાદ કચ્છના જાંબાઝ પોલીસ દિલીપ અગ્રાવત પરનું પુસ્તક હવે અંગ્રેજીમાં
મુંબઈ : લોકપ્રિય લેખક-પીઢ પત્રકાર પ્રફુલ શાહની નવી અંગ્રેજી ડોક્યુ-નોવલ ‘સુપરકોપ ઓફ ધ બોર્ડર’નું વિમોચન રવિવાર તા. ૧૮મી જાન્યુઆરીએ બોલીવુડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવના હસ્તે થશે.
નવી દિલ્હીમાં યોજાનારા નેશનલ બુક ફેર અવતરિત થનારૂં આ પુસ્તક કચ્છના જાંબાઝ - ખમીરવંતા નિવૃત્ત પોલીસ અધિકારી દિલીપ અગ્રાવતના અકલ્પનીય, અસાધરણ અને અનન્ય પરાક્રમમો પર આધારિત છે. આ વિમોચન સમારંભ પુસ્તક મેળાના હોલ નં. ૫ના સ્ટોલ નં. એફ- ૧૩માં બપોરે ૧૨ઃ૩૦ કલાકે યોજાશે.
બોરીવલીવાસી લેખક પ્રફુલ શાહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતીમાં ભારે સફળતા બાદ આ પુસ્તકની અંગ્રેજીમાં પ્રગટ થશે અને એ પણ નેશનલ બુક ફેરમાં એનો રોમાંચ છે. અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવે પ્રફુલ શાહ સાથેની દાયકાઓની દોસ્તીને નવા સ્તરે જતી જોવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ‘સુપરકોપ ઓફ ધ બોર્ડર’ના નાયક દિલીપ અગ્રાવતે ખૂબ જ ટૂંકા સમયમાં અંગ્રેજી પુસ્તક આવવા બદલ આનંદ-આશ્ચર્ય વ્યક્ત કર્યા હતા અને લેખક પ્રફુલ શાહના પ્રોફેશનલ અભિગગમની પ્રશંસા કરી હતી.
નવી દિલ્હી સ્થિત ડ્રીમ પબ્લિશરના રોહિત આર્યાએ કહ્યું હતું કે એક વર્ષમાં પ્રફુલ શાહ સરનું હું ચોથું પુસ્તક પ્રકાશિત કરવું એ મારા માટે ગર્વની બાબત છે. અંગ્રેજી ’ફાધર્સ ડે’ ઉપરાંત અંગ્રેજી - હિંદીમાં ‘લાઇફ આઈએમ પોસિબલ’ બાદ ’સુપરકોપ ઓફ ધ બોર્ડર’નું વિમોચન થશે. આ ઉપરાંત મરાઠી ’લાઇફ આઈએમપોસિબલ’ પણ પુસ્તક મેળામાં ઉપલબ્ધ કરાવીશું. ચાર ભાષામાં ૫૦થી વધુ પુસ્તકો આપી ચુકેલા અને ફિલ્મ વેબ શો લેખનમાં વ્યસ્ત શાહ સર સાથે ઘણાં લાંબા સમયના ભવ્ય આયોજનો અને સપના છે.
---

Comments