સુમરાસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પશુપાલકોને સહાય
રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવામાં આવેલ છે. પશુ ખાણદાણ સહાય યોજના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સુમરાસર શેખ ગામે પશુપાલક લાભાર્થી કુલ ૩૩૦ અને ૯૯૦ ગુણી ૧૦૦% સહાય સુમરાસર શેખ દુધ ઉત્પાદક સહકારી મંડળી અને લોરિયા શીત કેંદ્ર દ્વારા ખાણદાણ વિતરણ કરવામાં આવેલ છે. જેમાં લોરિયા શીત કેન્દ્ર ના સેન્ટર ઇન્ચાર્જ ગોવિંદભાઈ સોલંકી, સુમરાસર શેખ જીલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડ, ભુજ તા.પ. સા.ન્યાય સમિતિ ચેરમેન લખમણભાઈ મેરિયા, સુમરાસર શેખ ગ્રામ પંચાયતના સરપંચ રણછોડભાઈ આહીર, સુમરાસર દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિરમભાઇ આહીર, સુમરાસર શેખના માજી સરપંચ ભીમજીભાઈ ચાડ, ઉપસરપંચ સુનિલકુમાર ગોહિલ, હરિભાઈ ચાડ, નારણભાઈ ચાડ, દેવકરણભાઈ ગાગલ, નરશીભાઈ ચાડ વગેરે હાજર રહ્યા હતા.
-----

Comments