યુવાનએ પોતાના હક્કોની સાથે દેશ પ્રત્યેની ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવે
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ : ભુજ, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા નગરમાં કાર્યક્રમો યોજાયા
ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ભુજ નગર દ્વારા સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ખાતે જીઈએન અને રાષ્ટ્રવાદ વિષય પર વક્તવ્ય યોજાયું હતું, જેમાં ૫૦૦થી વધુ છાત્રો હાજર રહ્યા હતા. સ્વામી પ્રદીપ્તાનંદજીએ સાચો રાષ્ટ્રવાદી યુવાનએ છે જે પોતાના હક્કોની સાથે દેશ પ્રત્યેની પોતાની ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવે. વિદ્યાર્થીઓને દેશ માટે કંઈક કરી લેવા અને રાષ્ટ્રવાદ અંગે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં અભાવિપ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમાર, સંસ્કાર કેમ્પસમાં આચાર્ય ધીરજભાઈ સોલંકી, ભુજ નગર મંત્રી ભરતભાઈ ગઢવી, સંસ્કાર કેમ્પસ અધ્યક્ષ યશરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં સૌ વિધાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા. કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે આજનો યુવા કેવો હોવો જોઈએએ વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું. જેમાં ૧૫૦થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા. અજય રાઠોડે આજના યુવાને ઊર્જાસભર અને રાષ્ટ્રવાદ માટે તત્પર બનવા આહવાન કર્યું હતુ. શૈલેષ પરમારે વિધાર્થી પરિષદની ૭૭ વર્ષ થી વધુની યાત્રા અંગે માહિતગાર કર્યા હતા. ડો.છાંગાએ સ્વામી વિવેકાનંદજી ની જીવનગાથા વર્ણવી હતી. જેમાં અભાવિપ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. અજયભાઈ રાઠોડ, અભાવિપ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમાર, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.નંદલાલ છાંગા,યુનિવર્સિટી મંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા સહિત સૌ વિધાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા. આર.ડી.આર્ટસ - કોમર્સ કોલેજ મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી અંતર્ગત યુવાનો ના આદર્શઃ સ્વામી વિવેકાનંદજી વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં ૧૧૦થી વધુ છાત્રો જોડાયા હતા. આચાર્ય રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય વિજયસિંહ સોઢા, મુન્દ્રા નગર સહમંત્રી જીલબેન ચૌહાણ સહિત સૌ વિધાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ નખત્રાણા નગર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત વિકસિત ભારતમાં આજના યુવાની ભૂમિકા વિષય પર વક્તવ્ય યોજાયું હતું. જેમાં ૧૦૦થી વધુ છાત્રો જોડાયા હતા. અભાવિપ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ.ધ્રુવભાઈ પુરબીયા, વક્તા હિતેશભાઈ તના સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. અબડાસા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત વિષય પર વક્તવ્ય યોજાયું હતું. જેમાં કારોબારી સદસ્ય યથાર્થ ગણાત્રા, અબડાસા નગર મંત્રી રવિરાજસિંહ અબડા સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.
------

Comments