મુંબઈમાં ફક્ત મહાયુતિ જ સત્તામાં આવશે : રામદાસ આઠવલે
મુંબઈ : મુંબઈ મહાનગર પાલિકાના ચૂંટણી પ્રચાર અર્થે મહાયુતી ભારતીય જનતા પાર્ટી, શિવસેના (શીંદે) અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) દ્વારા મુંબઈ મધ્યે ધારવી કુંભારવાડા અને શિવાજી પાર્ક ખાતે એક લાખ મેદની વચ્ચે કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ સભા ગજવી હતી.
મહાયુતિનો વિજય નિશ્ચિત હોવાથી સ્પષ્ટ વાત કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે એ મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ની ઉપસ્થિતિમાં શિવાજી પાર્ક ખાતે એક જંગી સભાને સંબોધતા તેમની આગવી શૈલીમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મહાયુતિને ૧૫૦ ગુણ આપું છું ભાજપ, શિવસેના (શીંદે), આરપીઆઈના ગઠબંધન પછી મહાનગરના લોકો જ અમને કહે છે તેથી હવે સ્પષ્ટ બન્યું છે કે, "જીત અમારી જ છે", મુંબઈમાં મહાયુતિ સત્તામાં આવવા જઈ રહી છે તેવું વિશ્વાસ પૂર્વક કહેતા શ્રી આઠવલેએ ઉમેર્યું હતું કે, આવનારા લોક ચુકાદામાં ઠાકરે બંધુઓનો સફાયો નિશ્ચિત છે, કાવ્યાત્મક શૈલીમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ તેમના ઉદબોધનને વધુ જીવંત બનાવ્યું હતું અને લોકોએ મન ભરીને ભારે પ્રતિસાદ પણ આપ્યો હતો. આરપીઆઈ પાર્ટી મહાયુતિની સાથે મજબૂતીથી ઉભી છે ત્યારે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, મુંબઈના તમામ આંબેડકરવાદીઓ મહાયુતિને જ સંપુર્ણ સમર્થન આપશે તે નિશંક હકિક્ત છે. સભામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંક તથા મહાયુતિના ડે.કન્વીનર અને ડે. મેયર (મુંબઈ) બાબુભાઈ ભવાનજી સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments