Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારીકાંડ : કાસેઝમાં રાજેશ ટોળકીને બચાવવાના હવાતીયાં : સ્ટોક મેન્ટેનન્સ સહિતના ઢાંકપીછોડા માટે દોડધામ...!

13 January

કચ્છ બોર્ડર રેન્જના તટસ્થ આઈજીશ્રી ચિરાગ કોરડીયા ધ્યાન આપે


દાણચોરીયુકત સોપારીનો મોંઘો જથ્થો ઓધાઈ વિસ્તારમાથી કચ્છ બોર્ડર રેન્જની સાયબર સેલ દ્વારા પકડી પાડવાની ઘટના કહેવાય પ્રસંસનીય, સાત આરોપીઓ દબોચાયા છે, તેમના રીમાન્ડ દરમ્યાન ઝડપથી મેળવો સત્ય હકીકતો : નહી તો ઝોનમાં રાજેશ-કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો સહિતનાઓ દ્વારા ઝોનના યુનિટમાં સ્ટોક મેન્ટેનન્સ સહિતની લીંપાપોત્તી કરી દેશે અને મોટામાથાઓ આ પ્રકરણમાં પોલીસ ગિરફતથી રહી જશે આબાદ

કાસેઝ કસ્ટમ ડીસીશ્રી, કાસેઝ ઈન્ચાર્ઝ ડીસી પાટીલ સહિતનાઓ ગાફેલ ન રહે, આવા યુનિટધારકોના દસ્તાવેજો પુરાવાઓ ઝડપથી આપીને પોલીસને જોઈએ તેવા મદદમાં સહયોગી બને : ખુદ પણ કરે તપાસ જો કાસેઝથી જ ટ્રક નીકળી હોય તો આવું કેમ બની ગયું?


તપાસ ચાલુમાં છે, આગળ જે કંઈ હકીકતો સામે આવશે તે અનુસારની ધોરણસરની કાર્યવાહી થશે : શ્રી કિંજલબેન રાઠોડ(પીઆઈ, સાયબર સેલ)


ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાની ટીમ સાયબર સેલ દ્વારા ભચાઉ પાસેના આધોઈ સમીપેથી દાણચોરીયુકત સોપારીનો દોઢ કરોડથી વધુનો જથ્થો અને તેની સાથે પાયલોટીંગ કરનાર કારના ચાલક સહિત સાત લોકોને દબેાચી લીધા છે. સાત શખ્સોને રાઉન્ડ અપ કરી રીમાન્ડ મેળવાયા છે ત્યારે હવે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, અહી સૌથી મોટો સવાલ એ છે કે, કરોડોની સોપારીનો આ જથ્થો આવ્યો કયાંથી ? લવાયો કયાંથી? ટ્રક કયાંથી નીકેલી છે? સોપારીનો જથ્થો કંડલા સ્પેશ્યલ ઈકેોનોમીક ઝોનમાથી જો નીકળ્યો હોય તો આ બાબતે ચોકકસથી ઝડપભેર તપાસનીશ સાયબર ક્રાઈમની ટીમે કાસેઝના કસ્ટમ વિભાગના ડીસીશ્રી તથા ઝોન પ્રશાસન બન્નેની સાથે સંકલન સાધી અને ઝોનમાથી નીકળી છે તો કયા યુનિટમાથી નીકળી છે? કેવી રીતે આ સોપારી કરોડોની ઝોનની બહાર આવી ગઈ? કોની કોની મીલીભગત તેમાં રહેલી છે? જે યુનિટધારકો દ્વારા આ પ્રકારે સોપારીની ગાડી કઢાઈ છે તે પહેલી જ વખત કરવામા અવ્યુ છે કે આ પહેલા પણ આવુ થવા પામી ચુકયું છે? જો વેળાસર જ તપાસનો દોર ઝોન તરફ નહી લંબાવાયા તો જાણકારોકહી રહ્યા છે કે, કાસેઝમાં જે પાર્ટીએ આ રીતે સોપારીનો જથ્થો દાણચોરીયુકત રીતે બહાર કાઢી લીધો છે તેઓએ કાગળ પર ખુદ ચોખ્ખા હોવા માટેના હવાતીયાઓ પણ ગત રોજ બપોરથી જ આદરી દીધા હોવાનુ સામે આવી રહ્યું છે. કહેવાય છે કે, સોપારી જે આયાત કરાઈ છે, તે કાસેઝમાં લાવી તેને સબંધીત યુનિટમાં રીપ્રોસસ કરી અને રી એકસપોર્ટ કરવાની હતી, પરંતુ આ સોપારીનો જથ્થો રીએકસપોર્ટ કરવાના બદલે તેને આવી રીતે ડીટીએ કરી ૧૦૦ ટકાથી વધુની ડયુટી ખાઈ જઈ અને સોપારીબહાર નીકળી ગયા બાદ કચરાઓ ભરી ભરીને તેને રીએકસપોર્ટના કાગળો પર દેખાડી દેવા માટેની મોટી દોડધામ ગત રોજ કાસેઝના રાજેશ આણી ટોળકીના  યુનિટમાં શરૂ થવા પામી ગયુ હોવાનુ ચર્ચાય છે. કસ્ટમ કાસેઝના ડીસીશ્રી, કાસેજના ઈન્ચાર્ઝ ડીસીશ્રી આ બાબતે વેળાસર જ ગંભીરતા દાખવે અને સબંધિત યુનિટની સામે જરૂરી કડક કાર્યવાહી હાથ ધરી ધાક બેસાડતા પગલા લે. આ ઉપરાંત કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી પણ તેમની ટીમને આ કેસમાં તપાસમાં જરૂરી સચોટ માર્ગદૃશન આપે તથા કાસેજ ડીસી અને કસ્ટમ વિભાગ સાથે જયા જરૂર જણાય ત્યાં વેળાસર સંકલન સાંધી સાધનીક પુરાવાઓ, જેવા કે સીસીટીવી ફુટેજ, ટ્રકની ઝોનમાં આવન-જાવન, કયા યુનિટ સુધી જતી હતી ટ્રક, આ ઉપરાંત જે-તે યુનિટ દ્વારા કઈ રીતે સ્ટોક મેનટેનન્સ કરવામા આવતો હતો અને તેને કાસેઝ કસ્ટમના કયા અધિકારી લીલીઝંડી આપી હતી,? તે સહિતની બધી જ દસ્તાવેજી વિગતો વેળાસર જ મેળવી લેવી જોઈએ. જે તપાસ અર્થે મોટામાથાઓ સુધી પહોચવામા ખુબજ મદદરૂપ પુરવાર થવા પામી શકે તેમ છે. 
બીજીતરફ આ બાબતે સાયબર સેલના તપાસનીશ અધિકારી કિંજલબેન રાઠોડની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલુમાં છે, નિવેદનોના દોર આરંભાશે, તપાસમાં જે હકીકતો આગળ અવશે તે રીતે ઉપરી અધિકારીઓના માર્ગદૃશન સાથે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.


ગાડી મુકી જનાર પ્રથમ ડ્રાયવરને પકડો : તો સોપારીના મુળ સુધી પહોચી શકાશે.!

ગાંધીધામ :  આધોઈ પાસેથી જે દોઢ કરોડની સોપારી ઝડપાઈ છે તેની તપાસ ચાલી રહી છે. ૩ દીવસના સાત આરોપીઓના રીમાન્ડ મંજુર કરાયા છે ત્યારે કહેવાય છેકે, જે ગાડી સાથે ડ્રાયવર પકડાયો છે તે સેકન્ડ ડ્રાયવર છે, પહેલો ડ્રાયવર ફરાર થઈ ગયો છે. તેને પકડવાની જરૂરી છે. એ પકડાશે તો સોપારી કયાંથી ભરી લાવ્યો તે મુળ સુધી પહોચવુ વધુ સરળ બની રહેશે.


...................

આધોઈના સોપારી પ્રકરણમાં સાત આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર 

ગાંધીધામ - કચ્છ ઉદય : ભચાઉ તાલુકાના આધોઈ ગામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ અને સામખિયાળી પોલીસ દ્વારા દરોડો પાડીને સોપારી કબજે કરવામાં આવી હતી. આ બનાવમાં ઝડપાયેલા સાત આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ બાબતે મળતી વિગતો મુજબ ટ્રેઈલરનો ડ્રાઈવર છળકપટથી મેળવેલી સોપારી આધોઈના મકાનમાં ઉતારતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા રંગેહાથ આરોપીઓ પકડાઈ ગયા હતા. અંજારના પરેશ શાહ પાસે સોપારી અંગેનું ઈવેબીલ માંગતા કર્ણાટકથી અંજારનું બોગસ બીલ રજૂ કર્યું હતું. સોપારીનો ચોરાઉ જથ્થો આધોઈના મકાનમાં ઉતારી અહીંથી અલગ અલગ સ્થળોએ માલ ટ્રાન્સફર કરવાની યોજના હતી. માલ લેવા આવેલા બે શખ્સો પણ પકડાઈ ગયા હતા. પોલીસે સાતેય જણા સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નોંધાવેલી ફરિયાદની આગળની તપાસ સાયબર ક્રાઈમ પીઆઈ કે.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે. રિમાન્ડ દરમિયાન ખાસ કરીને સોપારી ક્યાંથી મેળવી ? કેટલા સમયથી રેકટ ચલાવતા હતા ? તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે ૧.૦૬ કરોડની સોપારી સહિત ૧.પ૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવથી પૂર્વ કચ્છમાં ફરી સોપારીકાંડ ફરી ચર્ચામાં આવ્યો હતો. 
...............

સોપારી મોકલનારા વિદેશી એપના માધ્યમથી એક બીજાના સંપર્કમાં હતા 


પોલીસે ૧.૦૬ કરોડની સોપારી પકડી તેની સાથે કુલ સાત આરોપી પકડાયા છે. જેમાં રાજસ્થાનના ડ્રાઈવર દીપારામ ભોજારામ જાટ, અમદાવાદથી સોપારી ખરીદવા આવેલા એઝાઝ જમીલ સોરઠીયા, મહમદ ઈકબાલ આરબીયાણી, વચેટીયા અંજારના પરેશ જયંતીલાલ શાહ, માલ મોકલનાર શખ્સનો માણસ શિપિંગનું કામ કરતા આદિપુરના આનંદકુમાર સરસચંદ્રસિંગ શીખ તેમજ આધોઈના મનીષ રઘુનાથ નાથબાવા અને જેના ઘરે માલ ઉતર્યો તે હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીને ઝડપી લેવાયા હતા. ઝડપાયેલા શખ્સો સોપારી લેવાવાળા, રાખવાવાળા અને વચેટિયા છે. ખરેખર માલ કોણે મોકલ્યો ? તે હજુ સુધી અકબંધ છે. સોપારીનો જથ્થો મોકલનારનો માણસ આદિપુરનો આનંદ છે તેને ફોરેનની એપ્લિકેશન મારફતે સોપારી ક્યાંથી ક્યાં પહોંચાડવી તેની માહિતી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. 

કર્ણાટકનું બોગસ ઈ વેબીલ ચર્ચામાં આવ્યું 


રસ્તામાં કોઈપણ જગ્યાએ પોલીસ કે જીએસટીવાળા ગાડી ઊભી રખાવે તો બીલ જરૂરી છે ત્યારે આરોપીઓએ છ જાન્યુઆરીનું કર્ણાટકથી અંજારનું ઈ વેબીલ જનરેટ કર્યું હતું. જોકે, તેમાં વાહન નંબરનો ઉલ્લેખ ન હતો. જેથી તેઓ પકડાઈ ગયા. આ સોપારી ટ્રેઈલર નં.જીજે૧ર - બીવાય - ૪પ૩૭ મા લાવવામાં આવી હતી. આ ટ્રેઈલરની પાયલોટીંગ માટે બે કાર હતી. જેમાં જીજે૩૮ - બીએ - ર૮૦૦ અને જીજે૧૮ - બીએમ - પ૮૩૪ પણ કબજે કરવામાં આવી છે. આ ઘટનાના તાર કાસેઝ સુધી લંબાયેલા હોવાની ચર્ચા છે



....................


ઝોન-કસ્ટમે અવગણ્યો, પોલીસતંત્રએ
કચ્છઉદયના અહેવાલ પર લગાવી મહોર



કાસેઝમાં રાજેશ-કીર્તીના યુનિટ પર ધોંષ બોલાવાશે તો ન માત્ર સોપારી-ડ્રાયડેટસ-છુઆરા-સિગારેટ-કાળા મરી-અખરોટ સહિતના કૌભાંડો-ડયુટીચોરીકાંડનો મોટો ખુલાસો થશે, તેવો આંખ ઉઘાડતો અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી તા. ૧૦-૧ર-ર૫ના રોજ વિગતવાર રજુ કરવામા આવ્યો હતો, કાસેઝ પ્રશાસન કે કસ્ટમ વિભાગે તેની નોંધ ન લીધી, પરંતુ કચ્છ બોર્ડર રેન્જ આઈજીની ટીમે આધોઈ પાસેથી કરોડોની સોપારીનો જથ્થો પકડી અને કચ્છઉદયના અહેવાલ પર સમર્થનની મહોર લગાવી દીધી છે.



 

Comments

COMMENT / REPLY FROM