Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં મહાનગરપાલિકાના કામોમાં ચોરોની લોટરી! ખોદકામ દરમિયાન કરોડોના તાંબાના વાયર પર હાથ સાફ

13 January



સંકુલમાં માળખાગત વિકાસના ચાલી રહેલા ખોદકામમાં બીએસએનએલના કિમંતી વાયરોની છડેચોક તસ્કરી? બે જ દીવસમાં થયેલી ચોરી-તસ્કરીની વીડીયો ફરતો થયાની ચર્ચા : લેતી-દેતીથી આખોય મામલો કોણ દબાવી દીધો?

ખાટલે મોટી ખોટ : છડેચોર કિંમતી વાયરોની તસ્કરી કરાઈ, તો આ મોંઘોદાટ કેબલનો જથ્થો વેચાયો કોને? ચોરાઉ મુદામાલ ખરીદનારાઓ કોણ છે? બીએસએનએલ ગાંધીધામના અધિકારીઓના મોઢે કેમ છે અલીગઢી તાણાં? : શું ગોઠવણ થઈ ગઈ? પોલીસ ફરીયાદ પણ કેમ હજુ સુધી નોંધાવાઈ નહીં?


ગાંધીધામ : ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસ અને ખોદકામના કામો દરમિયાન ચોરટોળકીએ બી.એસ.એન.એલ.ના કિંમતી તાંબાના વાયરો પર ખુલ્લેઆમ હાથ સાફ કરી લીધો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. માત્ર બે દિવસમાં કરોડો રૂપિયાનાં તાંબાના વાયરો ચોરાઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખોદકામ દરમિયાન બહાર આવેલા બી.એસ.એન.એલ.ના તાંબાના કેબલ્સને આયોજનબદ્ધ રીતે કાપી, એક બોલેરો વાહનમાં ભરવામાં આવ્યા, જેના વિડિઓ પુરાવા અને વાહન નંબર પણ ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં, પૈસાની લેતી-દેતી થતી હોવાનો વિડિઓ પણ બહાર આવતાં મામલામાં અંદરખાને ગોઠવણની ગંધ વધુ ઘેરી બની છે.આ સમગ્ર ઘટનાને લઈ કાર્ગો/સ્ક્રેપ માફિયા ગેંગની સંડોવણી હોવાની મજબૂત આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છતાં, અચરજની વાત એ છે કે બી.એસ.એન.એલ. ગાંધીધામના જવાબદાર અધિકારીઓ મૌન સાધીને બેઠા છે, ન તો કોઈ જાહેર ફરિયાદ અને ન કોઈ સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી રહી છે. શહેરમાં સવાલ ઊભો થયો છે કે જો એટલા મોટા પાયે ચોરી થઈ હોય, તો ચોરીનો માલ ખરીદનાર સ્ક્રેપ વેપારીઓ સામે કાર્યવાહી કેમ નથી?અને જો બધું આંખ સામે બન્યું છે, તો હજી સુધી પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ નથી?


.....................
સવાલોના મારો - જવાબ કોણ આપશે?

• ખોદકામ દરમિયાન બી.એસ.એન.એલ.ના વાયરોની દેખરેખ કોણે રાખવાની હતી?
•  બે દિવસમાં કરોડોના તાંબાના વાયર ચોરાયા, તો અધિકારીઓને ખબર કેવી રીતે ન પડી?
• વિડિઓમાં પૈસાની લેતી-દેતી દેખાય છે તો હજી સુધી કાર્યવાહી કેમ નહીં? 
• બોલેરો વાહનનો નંબર હોવા છતાં વાહન જપ્ત કેમ નથી?
•  ચોરીનો માલ ખરીદનાર સ્ક્રેપ વેપારીઓ સામે પગલા ક્યારે?
•બી.એસ.એન.એલ.ના જવાબદાર અધિકારીઓ સામે તપાસ ક્યારે શરૂ થશે?
• શું આ સમગ્ર કાંડમાં અંદરખાને ‘ભાગબટાઈ’ કામ કરી ગઈ છે? તસ્કરી કરનાર ટાબરીયાઓ 
કાર્ગો પટ્ટાની ગેંગના સાગરીતો તો નથી ને?

Comments

COMMENT / REPLY FROM