Trending News
સ્થાનિક સમાચાર

વાગડ વિસ્તારમાં ધાર્મિક સ્થાનકોમાં તોડફોડની ઘટના યથાવત 

13 January



... હવે ભરૂડિયામાં માતાજીના મંદિરમાં મૂર્તિઓને ખંડીત કરાઈ 


મંદિરમાં આવેલા માતાજીના ત્રિશુલ અને પૂજાની સામગ્રીને પણ નુકસાન પહોંચાડાયું 


ગાંધીધામ - કચ્છ ઉદય : વાગડ વિસ્તારમાં ઉપરાઉપરી ધાર્મિક સ્થાનકોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એક ઘટનાનો ભેદ ઉકેલાય ત્યાં બીજી ઘટના સામે આવે છે. તાજેતરમાં પાબુદાદાના મંદિરમાં તોડફોડની ઘટનામાં રાપર પોલીસે આરોપીને પકડી લીધો. જે બાદ હવે ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામે આવેલા મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. 
આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ૧ર જાન્યુઆરીના સાંજે ૬ થી પોણા સાત વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. ફરિયાદી વેરશીભાઈ ભચાભાઈ રબારીએ જણાવ્યું કે, આરોપી રાપરના માણાબાના થોરિયારીના મેરા રામજી કોલીએ આ કૃત્ય કર્યું હતું. ભરૂડિયા ગામમાં ખરા વિસ્તારમાં આવેલા સિકોતર માતાજી તથા મેલડી માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિને ખંડીત કરી મંદિરમાં આવેલ માતાજીના ત્રિશુલ, પૂજાની સામગ્રીને નુકસાન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે મામલે ભચાઉ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાઉપરી બનતી ઘટનાઓએ ઉચ્ચાટ ફેલાવ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM