Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ધરા ફરી ધ્રુજી : ધોળાવીરા નજીક ર.૭ નો ભૂકંપનો હળવો આંચકો

13 January


ભુજ - કચ્છઉદય : સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. વિશ્વ વિરાસત સાઇટ ધોળાવીરા પાસે વહેલી સવારે ભૂકંપ નોંધાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા જોવા મળી હતી. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, આજે ૧૩ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ૩ઃ૦૫ વાગ્યે કચ્છના પેટાળમાં હલચલ જોવા મળી હતી. આ આંચકો ત્યારે આવ્યો હતો જ્યારે મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ અંગેની વિગતો મુજબ, કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આવેલા આ આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૨.૭ માપવામાં આવી છે. આ ભૂકંપનું એપીસેન્ટર ધોળાવીરાથી અંદાજે ૪૧ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, આ આંચકો ખૂબ જ હળવો હોવાથી કોઈ પ્રકારનું નુકસાન થયાની વિગતો પ્રાપ્ત થઈ નથી. કચ્છ જિલ્લો ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા ઝોનમાં આવતો હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે. 

 

Comments

COMMENT / REPLY FROM