તો આધોઈ સોપારીકાંડ નો રેલો કાસેઝ ભણી લંબાય રાજેશ-આનંદ ના અન્ય કઈક કૌભાંડો પણ ખુલે.!
પોલીસતંત્ર ઝોનના ૧ માસના સીસીટીવી ફુટેજની કરાવે ચકાસણી
આધોઈ પાસે સાયબર સેલની ટીમે પકડેલી દોઢ કરોડની સોપારી કાંડમાં નવા ખુલાસાના ભણકારા : જો તટસ્થ તપાસ થશે તો રાજેશના કાસેઝમાં વસાવેલા ત્રણ નવા યુનિટમાં સોપારી સહિતના અન્ય મોટા ભોપાળાઓ પણ આવશે બહાર
ખાટલે મોટી ખોટ : કાસેઝ કસ્ટમતંત્રની ભુમિકાઓ સામે ઉઠયા અનેક સવાલો : કાસેઝના કોઈ યુનિટમાથી ટ્રક બહાર નીકળી જાય, આધોઈ સુધી પહોંચી જાય અને ત્યા સુધી કસ્ટમના જવાબદારો અંધારામાં જ રહી જાય તે કેમ માની શકાય? હકીકતમાં કાસેઝ કસ્ટમ ડીસીશ્રીએ આ બાબતે કરાવી જોઈએ કડક તપાસ
ગાંધીધામ : દેશમાં વિદેશી હુંડીયામણ લાવી અને જીડીપીને ઉંચો લાવવા કેન્દ્ર સરકાર દ્વારા સેઝ એકમોની સ્થાપના કરી હતી પરંતુ આ સેઝમાં અમુક બની બેઠેલા ભેજાબાજ તત્વો તથા કસ્ટમના કેટલાક ભ્રષ્ટ બાબુઓની મીલીભગતથી જાણે કે, સરકારની તિજોરીને રીતસરનું મોટું નુકસાન જ પહોચાડવામાં આવી રહ્યુ હોય તેમ ડયુટીચોરીના મોટા મોટા કૌભાંડો એક પછી એક ગાજી રહ્યા છે. દરમ્યાન જ કચ્છ બોર્ડર રેન્જની ટીમ દ્વારા ભચાઉના આધોઈ પાસેથી દોઢ કરોડની આધાર પુરાવા વિનાની સોપારીનો મોટો જથ્થો પકડી લેવામા આવ્યો છે. આ પ્રકરણની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં જો પોલીસ તટસ્થ તપાસ કરશે તો આ સમગ્ર પ્રકરણમાં મોટા માથાઓ સુધી રેલો ન માત્ર લંબાશે બલ્કે જોનના રાજેશ-આનંદ જેવા કૌભાંડીઓની પણ ભુમીકા બહાર આવશે તે ઉપરાંત કાસેઝ કસ્ટમતંત્રમાથી પણ કોણ કોણ આવા તત્વોને છાવરી રહ્યુ છે તેનો પણ મોટો ખુલાસો થવા પામી જશે અને સરકારે પણ મોટી ડયુટી રીકવરીની રકમ મળવા પામી શકે તેમ છે. કહેવાય છે કે, આધોઈ પાસેથી પકડાયેલી સોપારી કાસેઝના યુનિટમાથી જ નીકવા પામી ગઈ છે. અને જેના યુનિટમાથી નીકળી છે તે રાજેશ આવા વિવિધ કૃત્યોમાં અગાઉ પણ બહુચર્ચિત રહેલો હોવાનુ જ મનાય છે.
...........................
પાયલોટીંગ કાર કોના નામની? આનંદસિંગના રીમાન્ડ લ્યો?
કાસેઝથી ગાંધીનગર કાળા મરીનું મોટું કાંડ બહાર આવશે
લુધિયાણા ડીઆરઆઈએ આ કારનામુ અગાઉ સત્તાવાર પકડી પાડેલુ હોવાની છે ચર્ચા
ગાંધીધામ : આધોઈમાં જે દેાઢ કરોડની સોપારી પકડાવવા પામી છે તે સોપારીને બહાર લઈ જવા પામયલોટીંગ પણ કરવામા આવતુ હતુ. પાયલોટીંગ કરનાર કારને પકડી લેવામા આવી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ પાયલોટીંગ થઈ રહેલી કાર કોની હતી? આનંદની આ કાર હતી? તો આનંદનો ઈતિહાસ-ભુગાળ ચકસવાની જરૂર છે. જાણકારો કહે છે કે, આ આનંદે ગાંધીનગરમાં પણ આવા જ કારનામાઓ આચર્યા છે. કાસેઝમાંથી કાળા મરી લઈ અને ગાંધીનગર પાસે રીપ્રોસેસ કરવામાં આવતુ હોવાનુ દેખાડી અને હકીકતમાં તેને ડીટીએ જ કરવામા આવતુ હોવાના કાંડનો લુધીયાણા ડીઆરઆઈએ પદાર્ફાશ કરેલો હોવાની વિગતો બહાર આવી શકશે.
.............................
આધોઈમાં ૧ કરોડની સોપારી સાથે સાત શખ્સોને રાઉન્ડઅપ કરાયા
સાયબર સેલ અને સામખિયાળી પોલીસે દરોડો પાડીને ટ્રેઈલર, બે કાર સહિત ૧.પ૧ કરોડનો મુદ્દામાલ કર્યો કબજે : ર૬,૬પ૦ કિલો સોપારી ખોટા ઈવેબીલના આધારે લઈ જવાતી હોવાની પ્રાથમિક હકીકત : અમદાવાદથી માલ લેવા આવેલા શખ્સો પણ પકડાઈ ગયા : સોપારી કંડલાથી આવી કે મુન્દ્રાથી તે સહિતની દિશામાં તપાસ વેગવાન બનાવાઈ
ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં સોપારીની દાણચોરીનો મુદ્દો અગાઉ ચર્ચામાં રહેલો છે ત્યારે ભચાઉ તાલુકાના આધોઈમાં પોલીસે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને એક કરોડની સોપારીનો જથ્થો કબજે કરી સાત શખ્સોને પુછપરછ માટે રાઉન્ડઅપ કર્યા છે. આ કાર્યવાહીમાં મોટી હકીકતો ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ અને સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સચોટ બાતમી મળી કે, આધોઈમાં રોડ ટચ મકાનમાં સોપારીનો જથ્થો ઉતરવાનો છે. જેથી સાહુનગરમાં આવેલ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સોપારીનું આખું કન્ટેનર અને પેટ્રોલિંગ માટેની બે કાર મળી આવી હતી. ટ્રેઈલરનો ડ્રાઈવર રાજસ્થાનના બાડમેરનો દીપારામ ભોજારામ જાટ છે. આ સોપારી ખરીદવા માટે અમદાવાદના સરખેજના એઝાઝ જમીલ સોરઠિયા, મહમદ ઈકબાલ આરબીયાણી તેમજ હાલે આદિપુરમાં રહેતા મૂળ ગાંધીનગરના આનંદકુમાર સરસચંદ્રસિંગ આવ્યા હતા. સોપારીની હેરાફેરીમાં અંજારના સતાપર રોડ પર રહેતા પરેશ જયંતીલાલ શાહ અને આધોઈના સાહુનગરમાં રહેતા મનીષ રઘુનાથ નાથબાવા પણ સંડોવાયેલા છે. આ સિવાય મકાન માલિક હિરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ સાતેય આરોપી સામે સામખિયાળી પોલીસમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓએ ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરૂ રચી સોપારીનો જથ્થો છળકપટથી મેળવી ઠગાઈ કરી સોપારીના જથ્થા ર૬,૬પ૦ કિલો કિંમત રૂા.૧૦,૬૬૦,૦૦૦ ના ઈવેબીલ ૬ જાન્યુઆરીનું જનરેટ કરવામાં આવ્યું હતું. આ બીલ ખોટું હોવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેઈલર અને બે કાર સહિત ૪ર લાખના ત્રણ વાહનો તેમજ ર.૧પ લાખના ૧૦ મોબાઈલ, રપ હજારનો લેપટોપ મળી કુલ ૧.પ૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આગળની તપાસ સાયબર સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. કચ્છમાં મુન્દ્રા અને કંડલા બંદરે વિદેશી સોપારી આયાત થતી હોય છે ત્યારે આ માલ ખરેખર ક્યાંથી આવ્યો ? કોણે મોકલાવ્યો ? કેટલા સમયથી પ્રવૃત્તિ ચાલતી હતી તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તલસ્પર્સી તપાસ હાથ ધરવામાં આવી છે.
.......................
માલ મોકલનાર-કાસેઝના યુનિટવાળા સુધી તપાસ જવી જોઈએ
તપાસનીશ પોલીસ યાદ રાખે
કચ્છમાં સોપારીકાંડમાં ખાખીને લાગી ચુકયા છે મોટા ડાગ
પાયલોટીંગ કાર વાળા શખ્સને તટસ્થતાથી પુછવામાં આવશે તો ઘણું બધુ બહાર આવી જ જશે : કુલડીમાં ગોળ ન ભંગાઈ જાય તે જોવુ જરૂરી : મુંદરામાં અગાઉ સોપારી કાંડમાં જ પોણા ચાર કરોડની તોડનો કચ્છનો પ્રકરણ આખાય ગુજરાતમાં બની ગયુ હતુ ટીકાનું કારણ તે ન ભુલવું જોઈએ
ગાંધીધામ : આધોઈમાં કન્ટેઈનરમાં આધારપુરાવા વિનાની સોપારીનો જથ્થો પોલીસે પકડી પાડયો છે અને તેની તપાસમાં ડ્રાયવર, જથ્થો, પાયલોટીંગ કાર સહિત સાત આરોપીઓને પકડી પાડયા છે પરંતુ અહી મહત્વપૂર્ણ વાત એ છે કે આ સોપારીનો જથ્થો આવ્ય કયાંથી? કાસેઝના યુનિટમાંથી નીકળ્યો હોય તો આ યુનિટધારકોને બચાવવાના બદલે તેમના ચહેરાઓ આ પ્રકરણમં ચોકકસથી બેનકાબ થવા જ જોઈએ. તપાસનીશ પોલીસવાળાઓને યાદ ન હોય તો અહી ધ્યાન દેવુ જોઈએ કે સોપારી કાંડમાં પોણા ચાર કરોડની તોડના પ્રકરણમાં આખાય કચ્છ પોલીસને ગુજરાતભરમાં ડાગ લાગવા સમાન સ્થિતી સર્જાઈ ગઈ હતી. તે વખતે સવાલો ઉઠયા હતા કે કોન્ટસટેલબ જો ચાર કરોડની તોડ કરતા હોય તો બાકીના ઉચ્ચ અધિકારીઓ કેટકેટલાની તોડ કરતા હશે? હકીકતમાં કાસેઝના યુનિટધારકો કીર્તી-રાજેશની ગેંગનો પર્દાફાશ થશે તો ઘણા બધા પ્રકરણો અહી બહાર આવી શકે તેમ મનાય છે.
................
કાસેઝ ડીસી શ્રી જૈન ગોર ફરમાવે : ભ્રષ્ટ સોહિલની ચકાસો ભુમિકા
ગાંધીધામ : કાસેઝમાથી આખેઆખી ટ્રક સોપારી ભરીને બહાર પગ કરી જાય અને આધોઈ પોલીસ તેને પકડી પાડે એ તો કાસેઝ કસ્ટમ તંત્ર માટે ચોકકસથી આત્મખોજનો અવસર જ બની રહે છે. જાણકારો કહે છે કે, આ કાંડ કેવી રીતે આચરાયું? જો હકીકતો બધી જ જાણવી હોય તો કસ્ટમના ડીસીશ્રી જૈન સોહીલ નામના ભ્રષ્ટતત્વના કડક પુછાણા લે. સોહીલની સંડોવણી આ પ્રકરણમાં રહેલી હોવાનુ ચર્ચાય છે.’
...................
રાજેશ આણી ટોળકી કાસેઝમાં આ રીતે આચરતી હતી સોપારી કૌભાંડ!
ગાંધીધામ : આધોઈ પોલીસે જયારે દોઢ કરોડની અંદાજીત સોપારીનો જથ્થો પકડી પાડયો છે ત્યારે કહેવાય છે કે, કાસેજમાં રાજેશ આણી ટોળકી કેવી રીતે સોપારીને બહરા ઠાલવતી હતી? તેને લઈને પણ ચર્ચાઓ તેજ બની જવા પામી છે. કહેવાય છે કે, રાજેશ ટોળકીએ ઝોનમાં પાન-મસાલાના યુનીટ તાજેતરમાં જ વસાવેેલા છે. પાન-તમ્બાકુ મેન્યુફેકચરીંગ યુનિટ દેખાડી તેમાં સોપારી આવી રહી હતી અને તે સોપારીનો જથ્થેા ડીટીએ કરવામાં આવી રહ્યો હતો અને તેની જગ્યાએ કચરા ભરી અને તેને રીએકસપોર્ટ દેખાડવામા આવી રહ્યુ છે. કાસેઝ કસ્ટમ તંત્ર અને કાસેઝ પ્રશાસને આ રાજેશના યુનિટના કરવા જોઈએ કડક ક્રોસ વેરીફીકેશન તો મોટી રકમનુ ડયુટીચોરીનું કૌભાંડ પણ બહાર આવવા પામી જશે.

Comments