ભચાઉ-સામખિયાળીના હત્યાના પ્રયાસનો આરાપી પકડાયો
ઓપરેશન કારાવાસ અંતર્ગત ગાંધીધામ એલસીબીએ માંડવીથી આરોપીને પકડ્યો
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જેલમાંથી પેરોલ રજા મેળવીને ફરાર થતા ઈસમોને પકડવા માટે ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વર્ષ ર૦૧૬માં ભચાઉ અને સામખિયાળી પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં મૂળ ભચાઉના હાલે માંડવીના મોટી નાગલપરમાં રહેતા લતીફ ઉર્ફે લતીયો નૂરમામદ કકલની ધરપકડ બાદ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તા. ૯ એપ્રિલ ર૦રપના હાઈકોર્ટના હુકમથી વચગાળાની રજા પર છુટયા બાદ છેલ્લા ૯ મહિનાથી તે ફરાર હતો. જેથી તપાસ કરતાં આરોપી માંડવીમાં હોવાનું જણાઈ આવતા ગાંધીધામ એલસીબી દ્વારા માંડવીથી તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું હતું.

Comments