Trending News
સ્થાનિક સમાચાર

અનાજની ચોરી કરનારા કિડાણાના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા

11 January


ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી 

ગાંધીધામ - કચ્છઉદય : ઓસ્લો જીઆઈડીસી ખાતે આવેલ કલ્પતરૂ લોજીસ્ટ્રીક કંપનીના ગોડાઉન નંબર ૬માં રાખેલા કાબૂલી ચણા, તુવેરદાળ, ચણા દાળ, મકાઈના દાણા, સીંગદાણાની બોરીઓની ચોરી કરવામાં આવી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘરફોડ ચોરીના આ બનાવમાં બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયાની સૂચનાથી ટીમે તપાસ કરીને કિડાણાના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જેમાં દાઉદ ઉર્ફે દાવલો ઈબ્રાહીમ કટિયા, ફિરોઝ ઉર્ફે ફિરીયો ઈબ્રાહીમ કટિયા, સાહિલ ઉર્ફે પીએ ફરીદભાઈ શેખનો સમાવેશ થાય છે. ત્રણેય પાસેથી પ૦ કિલો મકાઈના દાણાની ૪ ગુણી, ૧પ કિલો સીંગદાણાની ૧ ગુણી કબ્જે કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM