Trending News
સ્થાનિક સમાચાર

પર્યાવરણના જતન સાથે સુસંગત ઔદ્યોગિક વિકાસ જ આત્મ નિર્ભર ભારતનો મૂળ મંત્ર 

10 January


ભુજ - કચ્છ ઉદય :  ડિપાર્ટમેન્ટ ઑફ એન્વાયરમેન્ટ એન્ડ લાઇફ સાયન્સ, જીઓ સાયન્સ એન્ડ સોશિયલ વર્ક દ્વારા “સસ્ટેઈને બીલીટી એન્ડ હ્યુમન એક્ષિસ્ટેન્સઃ ક્વેસ્ટ ફોર સસ્ટેઈનેબલ એન્ટ્રપ્રેનીઓરશીપ” વિષય પર રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે નોલેજ કોન્સોર્શિયમ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી વિદ્યાર્થીઓમાં ટકાઉ તેમજ પર્યાવરણને સુસંગત ઉદ્યોગ સાહસિકતા સાથે “વોકલ ફોર લોકલ”અને “આત્મનિર્ભરતા”ની સંકલ્પનાઓને ધ્યાનમાં રાખી ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. આમહત્વપૂર્ણ રાષ્ટ્રીય સેમીનારના ઉદઘાટન સમારંભમાં ત્રિકમભાઈ છાંગા શિક્ષણમંત્રી (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ) દ્વારા ખાસ સુભેચ્છા સંદેશ પાઠવામાં આવ્યો હતો. યુવા પેઢીને આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ તરફ યોગ્ય દિશા નિર્દેશ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ સેમીનાર ના મુખ્ય વક્તા નિમેશ ફડકે (ફોકિઆ), કનૈયા સિન્હા (ડીઆઈસી), સચિન પટેલ (ઈઆઈડી), ડો. હિતેશ સોલંકી (જીયુ), ડો. હિરણમઈ યાદવ (સીયુજી) દ્વારા યોગ્ય માર્ગદર્સન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમીનારના કો-ઓરડીનેટર ડો. મૃગેશ ત્રિવેદી તેમજ ડો. સીમા શર્મા, ઉપરાંત લેબ આસિસ્ટન્સ વિમલાબેન મહેશ્વરી તથા વિભાગના વિદ્યાર્થી ડો. દ્રુમા વૈદ્ય, અપેક્ષા ઢેડા, શિલ્પા ગોસ્વામી, અને અંજના પાર્વાથી દ્વારા આયોજનમાં સક્રિય ભાગ લેવામાં આવ્યો હતો. તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન તેમજ કુલસચિવ ડો. અનીલભાઈ ગોર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
--

Comments

COMMENT / REPLY FROM