Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ‘સેલ્ફ મેકઅપ વિથ મહેકી’ પ્રોજેક્ટનું આયોજન કરાયું 

10 January



ભુજ - કચ્છ ઉદય :  ભારતીય જૈન સંગઠન લેડીસ વીંગ, ભુજ દ્વારા આજ રોજ સેલ્ફ મેકઅપ વિથ મહેકી પ્રોજેક્ટનું આયોજન પ્રમુખ ગીતા પારેખના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત જૈન સમાજની બહેનો દ્વારા ઉત્સાહભેર અને નોંધપાત્ર સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રસિદ્ધ મેકઅપ આર્ટિસ્ટ મહેકી શેઠ દ્વારા મેકઅપની થિયરી સાથે વ્યવહારુ રીતે સુંદર અને ઉપયોગી તાલીમ આપવામાં આવી હતી, જે બહેનો માટે અત્યંત માર્ગદર્શક અને લાભદાયી સાબિત થઈ હતી.
આ પ્રસંગે પ્રમુખ ગીતા પારેખે જણાવ્યું હતું કે, ભારતીય જૈન સંગઠન લેડીસ વીંગ, ભુજ દ્વારા મહિલાઓ માટે નિયમિત રીતે કંઈક નવું શીખી શકાય તેવા વિવિધ પ્રોજેક્ટો, દર મહિને જીવદયા સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ આનંદપ્રદ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજના સમયમાં કોઈપણ સામાજિક પ્રસંગે પાર્લરમાં તૈયાર થવા માટે રૂ. ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે આવા સેલ્ફ મેકઅપ ડેમો દ્વારા બહેનો ઘરે જાતે તૈયાર થઈ શકે, ખર્ચ બચાવી શકે અને આત્મસંતોષ મેળવી શકે એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જૈન સંગઠન લેડીસ વીંગ, ભુજની સ્થાપનાને માત્ર નવ મહિના થયા હોવા છતાં, અત્યાર સુધીમાં ર૮ થી વધુ વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે, જે સંગઠનની સક્રિયતા અને બહેનોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. કાર્યક્રમનું સુચારુ અને સુંદર સંચાલન મહામંત્રી મનીષા મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. મહેકી શેઠ તરફ થી પણ બધા જ જોઈન્ટ થનારને ડિસ્કાઉન્ટ કુપન અને ૫ વિજેતાનઈનામ આપવામાં આવ્યું હતું.  પ્રોજેક્ટ ચેરમેન તરીકે વૈશાલી પરેશ શાહ તથા વૈશાલી જિનદત્ત શાહએ જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમની વ્યવસ્થામાં મિરલ શાહ, દીપા શાહ, નિશા ખંડોર, સરલા દોશી સહિત અનેક બહેનોએ હાજરી આપી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે અલ્પાહાર સાથે સહુ બહેનોએ કંઈક નવું શીખવાના આનંદ સાથે કાર્યક્રમનો હર્ષોલ્લાસપૂર્વક આનંદ માણ્યો હતો.
---

Comments

COMMENT / REPLY FROM