નોખાણિયા પ્રા. શાળામાં પતંગોત્સવની ઉજવણી
ભુજ - કચ્છઉદય : બાળકોને ઉત્સવો ખૂબ જ પ્રિય હોય છે, તેથી શાળાઓમાં પણ બાળકોની રસ અને રૂચીને ધ્યાને લઇ વિવિધ તહેવારોની આગોતરી ઉજવણી કરવામાં આવતી હોય છે. ઉત્તરાયણ પર્વ પૂર્વે ભુજ તાલુકાની નોખાણિયા પ્રા. શાળામાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાલવાટિકાથી ધો. ૮ના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવ્યા હતા અને પેચ લડાવવાની મજા માણી હતી. ગામના યુવા અગ્રણી પ્રવિણ છાંગા તરફથી તમામ બાળકોને પતંગ અને ફિરકીઓ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ બાળકોને મકરસંક્રાંતિ પર્વનો મહિમા સમજાવ્યો હતો. બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને રંગપૂરણી હરીફાઈ પણ યોજવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, કેશુ ઓડેદરા, નમુબેન આચાર્ય સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
-----------

Comments