Trending News
સ્થાનિક સમાચાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આરપીઆઈના હોદ્દેદારો જોડાયા

10 January



મુંબઈ - કચ્છઉદય : મહારાષ્ટ્રમાં આગામી તા.૧૫ જાન્યુઆરીના યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતી-ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (શિંદે)ના ચૂંટણી પ્રચારમાં મુંબઈ અને પુનામાં આરપીઆઈના હોદેદારો સાથે કચ્છના આગેવાન અને આરપીઆઈ પાર્ટીના રાષ્ટ્રિય સચિવ રાજેન્દ્ર ટાંક તેમજ મુંબઈના ડેપ્યુટી મેયર બાબુભાઈ ભવાનજી પણ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાથે પ્રચાર કાર્યમાં જોડાયા છે.
આ મહાનગરપાલિકા ચૂંટણી મહારાષ્ટ્રમાં લાંબા સમયથી અટવાયેલ હતી. અગાઉ તેની મર્યાદા પૂરી થવાના બાદ પ્રશાસકો દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હવે લોકોને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવા માટે અવસર મળ્યો છે તેથી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિન્દે પણ સભાઓ ગજવી રહ્યા છે. રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંક મુંબઈ અને પુના મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં ખાસ કરીને કચ્છી - ગુજરાતી મતદારોના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે અને લોકો તરફથી સાનુકુળ પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રી ટાંકે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂટણી જેટલા જ ભારે રસાકસી ભર્યા આ જંગમાં આમ લોકો પણ રસ લઈ રહ્યા છે. જોકે, ભાજપ ના નેતૃત્વમાં મહાયુતિને મળી રહેલા ભારે સમર્થનથી એકતરફી માહોલ જામતો જાય છે. મોટા ભાગના કચ્છી ગુજરાતી પરિવારો મહાયુતિની તરફેણમાં ખુલ્લીને મેદાનમાં આવી રહ્યા છે. 
-------------

Comments

COMMENT / REPLY FROM