બળદિયા - ઝુમખા - વડઝર ગામોને ઓવરલોડ વાહનોના ત્રાસથી બચાવો
લીઝધારકો કેરા સીમમાં લીઝ ધરાવે છે અને ત્રાસ બળદિયા - વડઝર - ઝૂમખાના લોકોને શા માટે ? : કેરા સીમમાંથી રસ્તો બનાવો નહિતર મોટું જન આંદોલન થશે : કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલ
ભુજ-કચ્છઉદય : છેલ્લા ઘણા લાંબા સમયથી બળદિયા જુમખા તથા વડઝરના ગ્રામજનો ખેડૂતોને જિલ્લા વહીવટી તંત્ર ખાણખનીજ તથા આરટીઓ વિભાગની બેદરકારી અને ઓવરલોડ વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિના ભોગે ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે. ઓવરલોડ વાહનો બેફામ દોડતા અવારનવાર અકસ્માતો સર્જાય છે પરંતુ લોકોનું રહેવું પણ દુષ્કર બની ગયેલ છે.
આ બાબતે સ્થાનિકોએ બળદિયા જુમખા માર્ગ પર ચક્કાજામ કરતા સેકડો વાહનોના પૈડા થંભી જતા ગાડીઓના થપ્પા લાગી ગયેલ છે. આ ગામોની મૂળભૂત સમસ્યાના સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે.હુંબલ, જિલ્લા મહામંત્રીઓ ડો.રમેશભાઈ ધીરજ રૂપાણી વિગેરેએ ચાલી રહેલ ચક્કાજામ આંદોલનને ખુલ્લું સમર્થન આપવા ઘસી ગયા હતા. આ પ્રસંગે શ્રી હુંબલે રોષપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિકો બળદિયા ઝૂમખા વડઝરના લોકોએ અવારનવાર લેખિત મૌખિક પ્રતિનિધિ મંડળ સ્વરૂપે, સ્થાનિક પંચાયતો સરપંચોએ અવારનવાર રજૂઆતો છતાં યોગ્ય ન કરતા આખરે ચક્કાજામ કરવું પડે તે ખૂબ જ દુઃખદ બાબત છે તેઓએ સ્થળ પર જઈ પ્રાંત અધિકારી ભુજ જાદવ આરટીઓ કચ્છ તથા ખાણખનીજ વિભાગને ટેલીફોન કરીને જાણ કરી તરત ઉકેલ લાવવા નહિતર આગામી સોમવારના જિલ્લા કલેક્ટર આરટીઓને રૂબરૂ મળી રજૂઆતો કરાશે અને કેરાના સીમાડામાંથી બાયપાસ રોડ બનાવી અને બળદીયા ઝૂમખા વડઝરના ગ્રામજનોને ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી એવું કચ્છ જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયુ છે.
------

Comments