ભાજપ શિક્ષણ માટે સ્વાભિમાન પર્વ ઉજવે છે તો કચ્છમાં શિક્ષકોની ઘટ કેમ પૂરી થતી નથી : વી.કે.હુંબલ
ભુજ-કચ્છઉદય : કચ્છ ભાજપ દ્વારા શિવ મંદિરોમાં જઈ સ્વાભિમાન પર્વ ઉજવે છે પરંતુ ખરેખર કચ્છ ભાજપના નેતાઓને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે શિવ મંદિરોમાં સ્વાભિમાન પર્વ ઉજવવાની જરૂર છે.
ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ કારણ કે ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં કચ્છ જિલ્લામાં કાયમી ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા શિક્ષકોની ઘટ્ટ રહેવા પામેલ છે તેના માટે કચ્છ ભાજપ અને નેતાઓને કાંઈ પણ નકર કામગીરી કરવી નથી અને માત્ર લોકોને ગુમરાહ કરવા માટે નીત નવા નુસખા કરે છે. સોમનાથ ભગવાન સાથે લોકોની આસ્થા જોડાયેલ છે પરંતુ ભાજપ દ્વારા ધર્મના નામે પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે ખરેખર ભગવાનનો ઉપયોગ કરવો એ કેટલી હદે યોગ્ય છે. ખરેખર શિવ ભગવાન ફક્ત એક રાજકીય પક્ષના નથી. કચ્છની અનેક શાળાઓમાં માત્ર એક શિક્ષક છે અને શિક્ષકોને સરકાર ચૂંટણીલક્ષી કામગીરી સોંપે છે જેથી કચ્છના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. કચ્છ ભાજપના નેતાઓ ખોટા દેખાડા બંધ કરી કચ્છના શિક્ષણની ચિંતા કરે, ભાજપ શિવ મંદિરોમાં ભગવાન પાસે પ્રાર્થના કરે કે સરકાર વહેલી તકે કચ્છના શિક્ષકોની ઘટ પૂરી કરે અત્યારે સરકારી કચેરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે અધિકારીઓ ગરીબ લોકોના કામો કરતા નથી ધક્કા ખવડાવે છે તે માટે ભાજપ સ્વાભિમાન પર્વ ઉજવે છે. કચ્છમાં ડ્રગ્સનો ખૂબ મોટા પાયે વેચાણ થાય છે તે પણ બંધ કરવા માટે હોમહવન કરે તેવું વી. કે. હુંબલની યાદીમાં જણાવાયું છે.
-------

Comments