Trending News
સ્થાનિક સમાચાર

ગરીબ બાળકો પણ મકરસંક્રાતિ આનંદથી મનાવી શકે તે માટે પતંગ-ફિરકીની કીટ અપાઇ

10 January



ભુજ - કચ્છઉદય : મકરસંક્રાતિનો તહેવાર બાળકો પણ આનંદથી ઊજવી શકે તેવા ઉમદા હેતુ સાથે સત્યમ  સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ - ફિરકી કીટનું વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે શંકરભાઈ સચદે જણાવ્યું હતું કે, બાળકો મકરસંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પતંગ - ફિરકીની કિટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ  દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, અંકિતા ધોકાઈ, રામુબેન પટેલ, માલશ્રીબેન ગઢવી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.
-------------

Comments

COMMENT / REPLY FROM