Trending News
સ્થાનિક સમાચાર

નાગપુર અને કુમાઉ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા કચ્છમાં ફિલ્ડવર્કનો પ્રારંભ

10 January


કચ્છ યુનિવર્સિટીના જીયોસાયન્સ વિભાગ દ્વારા આયોજિત ફિલ્ડવર્કમાં પ૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીયોસાયન્સ વિભાગના એમએસ્સી અને પીએચડી જીયોલોજીના વિદ્યાર્થીઓના વાર્ષિક જીયોલોજીકલ ફિલ્ડવર્કનો પ્રારંભ થયો છે સાથે સાથે નાગપુર યુનિવર્સિટી અને કુમાઉં યુનિવર્સિટીના જીયોલોજીના ૫૦થી વધુ વિદ્યાર્થીઓ પણ કચ્છ વિસ્તારના જીયોલોજીના ફિલ્ડ પ્રવાસે આવ્યા છે, જેનું સંપૂર્ણ નેતૃત્વ કચ્છ યુનિવર્સિટીના જીયોસાયન્સ વિભાગ કરશે.
 જીયોલોજીના વિવિધ વિષયો જેમ કે પેલિયોન્ટોલોજી, પેટ્રોલિયમ જીયોલોજી, ઇકોનોમિક જીયોલોજી, રિન્યુએબલ જીયોલોજી, સ્ટ્રક્ચરલ જીયોલોજી, ભૂકંપ વિજ્ઞાન જેવા અનેક વિષયો માટે કચ્છના ખડકો ટેક્સ્ટબુક જેવું મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ટેક્સ્ટબુકમાં ભૂલ થઈ શકે પણ કચ્છના પથ્થરોમાં બુક કરતાં પણ સર્વ ફીચર્સ દેખાય છે, જે બહુ અગત્યનું છે. પરિણામે વિશ્વભરમાંથી દર વર્ષે અનેક પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, માઇનિંગ ઇન્ડસ્ટ્રી, નાસા, ઈસરો, ભૂકંપ સંસ્થાઓ, વિવિધ સંશોધન સંસ્થાઓ, ભારતની ૪૦થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, એમ્પ્લોયીઓ, વૈજ્ઞાનિકો કચ્છ વિસ્તારમાં અભ્યાસ કરવા આવે છે.
કચ્છ યુનિવર્સિટીનો જીયોસાયન્સ વિભાગ અહીં આવતા તમામ લોકોનું સ્વાગત કરે છે અને જીયોલોજીના ફિલ્ડમાં બધી જ બનતી મદદ કરે છે, પોતાની નિપુણતા અને એક્સપર્ટીસ પ્રદાન કરે છે. જેથી અહીંના વિભાગને વિશ્વના નામાંકિત જીયોલોજી વિષયના વૈજ્ઞાનિકો, ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનનો આદાન-પ્રદાન કરવાનો મોકો મળે છે. તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ફેબ્રુઆરી મહિના દરમિયાન જીયોલોજી વિભાગનું ૨૦૨૬નું ફિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જડકૃત અને જ્વાળામુખીય પથ્થરોનો અભ્યાસ, ફોસિલ્સનો અભ્યાસ, પેટ્રોલિયમ, ઇકોનોમિક અને માઇનિંગ જીયોલોજીનો અભ્યાસ, જીયોમોર્ફોલોજીનો અભ્યાસ, મેરિન જીયોલોજીનો અભ્યાસ, સ્ટ્રેટિગ્રાફી, ભૂકંપ વિજ્ઞાન અને સ્ટ્રક્ચરલ જીયોલોજીનો અભ્યાસ જેવા અનેક વિષયો પર ફિલ્ડ કરવામાં આવશે. સાથે સાથે હાલ કચ્છમાં નાગપુર યુનિવર્સિટી અને કુમાઉં યુનિવર્સિટી નૈનીતાલના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, તો કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આ બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ફિલ્ડ કરાવવામાં આવશે. તા. ૯/૧ના રોજ જીયોલોજીના અધ્યાપક ડૉ. ગૌરવ ડી. ચૌહાણ દ્વારા કચ્છ યુનિવર્સિટી, નાગપુર યુનિવર્સિટી અને કુમાઉં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જીયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત, મ્યુઝિયમની સમજણ અપવામાં આવી હતી અને કચ્છ વિસ્તારની જીયોલોજી વિશે વિગતવાર લેક્ચર આપવામાં આવ્યો હતો. ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ફિલ્ડ વિભાગના વડા પ્રોફ. સુભાષ ભંડારી અને ડૉ. ગૌરવ ડી. ચૌહાણ દ્વારા માહિતી અપાઈ હતી.  ફિલ્ડવર્ક દરમિયાન વિભાગના વિઝિટિંગ ફેકલ્ટીઓ અને પીએચ.ડી. વિદ્યાર્થીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે, જેમાં ભાવ્યતા ચાવડા, ચીરગ પરમાર, ઈશાન પરમાર, વિનમ્રતા મહોર, દીક્ષા રાજપુરોહિત, ફોરમ ગઢવી, દ્રષ્ટિ ગોસ્વામી, ઝીલ નેરીયા, તૈસીબ પઠાણનો સમાવેશ થશે. ડૉ. ચૌહાણનું કહેવું છે કે, આ ફિલ્ડથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને ફિલ્ડ જ્ઞાન વધશે અને વિદ્યાર્થીઓમાં જીયોલોજીની સ્કિલ વધશે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને નોકરી, બિઝનેસ અને સંશોધનના ક્ષેત્રમાં મળશે. વધુમાં પીએચડી જીયોલોજીના વિદ્યાર્થીઓને આ ફિલ્ડ દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવશે અને તેમ દ્વારા વિદ્યાર્થીઓને પણ ફિલ્ડની ટેક્નિક્સ શીખાડવામાં આવશે, જે પીએચ.ડી.ના સબ્જેક્ટિવ પીએચ.ડી. કોર્સવર્કનો મહત્વપૂર્ણ ભાગ રહેશે. જેથી પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની ટીચિંગ અને સંશોધન સ્કિલમાં વધારો થશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને કુલસચિવ ડૉ. અનિલ ગોરે વિભાગના વડા, પ્રાધ્યાપકો, પીએચડી અને એમએસસી જીયોલોજીના વિદ્યાર્થીઓને ઉત્તમમાં ઉત્તમ ફિલ્ડ કરવા માટે પ્રેરિત કર્યા હતા તથા નાગપુર અને નૈનીતાલના જીયોલોજીમાં ફિલ્ડ ખાટે આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને તેમને કચ્છ યુનિવર્સિટી તરફથી માર્ગદર્શન અને બતતી મદદ માટે ખાતરી આપી હતી. 
--------------

Comments

COMMENT / REPLY FROM