કંડલામાં એક્ટિવા ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત
ગાંધીધામ - કચ્છઉદય : કંડલા વિસ્તારના ફેન્ડસ સોલ્ટ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ મોત થયા હતા. બેના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ કંડલાના ફ્રેન્ડસ સર્કલ પાસે ટ્રક નંબર જી.જી. ૧ર ડબલ્યુ ૭પ૪૬ વાળી ટ્રક પુર ઝડપે અને બેદરકારી ચલાવી હતી. એક્ટિવા લઈને જઈ રહેલા કંડલાના સર્વા મંડપના પ૬ વર્ષિય નરસિંગ ઘનશ્યામ પરિહાર અને ૧પ વર્ષિય મોહિત પન્નાલાલ યાદવ જતા હતા. ત્યારે ટ્રેક આગળ જતી એક્ટિવા નંબર જી.જે. ૧ર ઈજી ૩પ૪૮ ચાલક અને પાછળ બેઠેલાને હડેફેટે લીધા હતા. જેમાં પાછળ બેઠેલાને ગંભીર પ્રકારની ઈજાઓ તેમજ એક્ટિવા ચાલકને ટ્રકમાં ફસાઈ જતાં થોડે દૂર સુધી ઢસડી જતાં હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અને બંનેના મોત નિપજાવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અકસ્માત બાદ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે જ જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ઉછાળો આવ્યો છે.

Comments