Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરના લેપટોપની ચોરી કરનાર ઇસમ ઝબ્બે

10 January


ભુજ-કચ્છઉદય : મુંબઈ-ભુજ કચ્છ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા વાપીના રહેવાસીની લેપટોપ બેગની ચોરી કરનાર તસ્કરોને વિરમગામ રેલવે 
પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે. વાપીના રહેવાસી અમલ અરુણ રાઈ ગત ૬ જાન્યુઆરીના રોજ રજા પૂરી કરી કચ્છ એક્સપ્રેસમાં વાપીથી મુન્દ્રા જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન વિરમગામ સ્ટેશન પાસે તેમની આંખ ખૂલતા સીટ પર રાખેલી લેપટોપ બેગ ચોરાઈ હોવાનું જણાયું હતું.આ અંગે તેમણે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે પોલીસ ઇન્ચાર્જ પી.આઈ. વી.આઈ. દેસાઈના માર્ગદર્શન હેઠળ 
પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ ડેટાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસે 
પંજાબના તરન તારન જિલ્લાના વતની નિશાનસિંઘ રઘબીરસિંહ લોહારને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનું લેપટોપ (કિંમત રૂ. ૪૦,૦૦૦) સહિત કુલ રૂ. ૪૭,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

Comments

COMMENT / REPLY FROM