Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ બી ડીવીઝન પોલીસનો સપાટો : ડિઝલચોરીનો પર્દાફાશ

10 January


વાહન ચેકીંગ દરમ્યાન આધાર-પુરાવા વગરનો ડિજલનો ૪ર૦ લીટરથીનો જથ્થો, રીક્ષાચાલક શખ્સ દબોચાયો, આગળની તપાસ કરાઈ તેજ

ગાંધીધામ :મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ - ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓના પાલન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગના માર્ગદર્શન મુજબ ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.વી. ગોજીયા સાહેબની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ટાગોર રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આધાર-પુરાવા વગર ડીઝલ વહન કરતી એક ચેમ્પિયન રીક્ષા શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવી હતી.તપાસ દરમ્યાન રીક્ષામાંથી ૩૫ લીટર ક્ષમતાવાળા કુલ ૧૨ કેરબા એટલે કે કુલ ૪૨૦ લીટર ડીઝલ મળી આવ્યું હતું. રીક્ષા ચાલક જતીનસિંહ ભગીરથસિંહ વાઘેલા (ઉંમર ૨૧ વર્ષ, રહે. અંતરજાળ, આદિપુર, તા. ગાંધીધામ) પાસે ડીઝલ અંગે કોઈપણ પ્રકારના આધાર-પુરાવા ન હોવાનું જણાતા તેની સામે બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ તથા ૩૫(૧)(ઈ) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીમાં રૂ. ૩૭,૮૦૦/- કિંમતના ડીઝલ ભરેલા કેરબા તેમજ રૂ. ૭૦,૦૦૦/- કિંમતની ચેમ્પિયન રીક્ષા (રજી. નં. જીજે-૦૪-એકસ-૦૦૨૩) કબ્જે કરી કુલ રૂ. ૧,૦૭,૮૦૦/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.વી. ગોજીયા સાહેબ, પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એલ.એન. વાઢીયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓની સતર્કતા અને કાર્યદક્ષતાના કારણે સફળ બની છે.

Comments

COMMENT / REPLY FROM