Trending News
સ્થાનિક સમાચાર

માધાપર પોલીસ સ્ટેશનની કલેકટર ડો. આનંદ પટેલે લીધી મુલાકાત

10 January


પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરી રેકર્ડની કરી તપાસ


ભુજ - કચ્છ ઉદય : તાલુકાના માધાપર પોલીસ સ્ટેશનની કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પોલીસ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતાં વિવિધ પ્રકારના રેકર્ડની તપાસણી કરી હતી.કલેક્ટરે ફરિયાદ નોંધણીની પ્રક્રિયા, દૈનિક રેકર્ડ, કેસોની સ્થિતિ તથા વહીવટી વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ સ્ટાફને કામગીરી વધુ સુવ્યવસ્થિત અને જનમુખી બનાવવાના સૂચનો પણ આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ કચ્છ કલેક્ટરે માનકુવા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ માધાપર પોલીસ સ્ટેશનની મુલાકાત સાથે ભુજ તાલુકાના પોલીસ સ્ટેશનોની સમીક્ષા પ્રક્રિયા આગળ વધારવામાં 
આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM