Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં નકલી મેમોકાંડ : પોલીસમથકના નકલી સહી- સિક્કા-દસ્તાવેજો કોણે બનાવ્યા ? RTO કેમ અંધારામાં?

10 January

આવા કેટલા નકલી મેમા જિલ્લાવ્યાપી બની ગયા?



વાયોર પોલીસ મથકના શ્રી ડાંગરની જાગૃતતા ભરી કાર્યવાહીથી નકલી મેમાનો થયો પર્દાફાશઃ હવે આરટીઓ સહિતની કચેરીઓ તરફ મંડાયા મીટ : આવા નકલી મેમા અન્યત્ર કેટકેટલા અગાઉ બની ગયા અને જમા પણ લઈ લેવાયા? થવી જોઈએ ક્રોસ વેરીફીકેશનની તપાસ



ગાંધીધામ : વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો ચલાવતાં ૧૫ વર્ષના સગીરને પકડી પાડવાના કેસમાં હવે ગંભીર વળાંક આવ્યો છે. ગાડી છોડાવવા માટે પોલીસ સ્ટેશનના સહી-સિક્કાવાળો નકલ ઈ-મેમો અને દંડની રસીદ રજૂ કરાતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે.ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ વાયોર ત્રણ રસ્તા (ચોકડી) ખાતે વાહન ચેકિંગ દરમિયાન વાયોર પોલીસે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડી હંકારતા સગીરને પકડી ગાડી ડીટેઇન કરી હતી અને કાર્યવાહી માટે મેમો આપવામાં આવ્યો હતો. પછી ગાડી છોડાવવા માટે સગીર આરટીઓની દંડ રકમ રૂ. ૧,૫૦૦ની રસીદ સાથે વાયોર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પરંતુ રજૂ કરાયેલા દસ્તાવેજો શંકાસ્પદ લાગતાં પોલીસ દ્વારા ભુજ સ્થિત આરટીઓ કચેરીમાં તપાસ કરાઈ હતી અને આખાય નકલી મેમો કાંડનો ખુલાસો થવા પામ્યો હતો. નકલી મેમોથી આગળનો ખતરનાક સવાલ : પોલીસ સ્ટેમ્પ આવ્યો ક્યાંથી? આ સમગ્ર પ્રકરણમાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે દયાપર પોલીસ સ્ટેશનના સહી-સિક્કાવાળો નકલી મેમો બનાવવો સરળ કેવી રીતે બન્યો? પોલીસ સ્ટેમ્પ સામાન્ય નાગરિક સુધી પહોંચવો એટલે તંત્રની અંદરથી કોઈ સાંઠગાંઠ હોવાની શંકા નકારી શકાય તેમ નથી.અહી સવાલ થઈ રહ્યા છે કે,  સરકારી તંત્રના પણ નકલી સહિ-સિક્કા બનાવવાની હિમંત કરનારાઓ પણ છે?અઅત્રે સવાલ એ થાય કે, દયાપર પોલીસના મેમાની રશીદ અને સિક્કા આરોપી પાસે ક્યાંથી આવ્યા? ખરેખર આ દિશામાં તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી બની રહે છે.
’

.................


નકલી મેમાકાંડમાં ઉઠતા સવાલો.!
• દયાપર પોલીસ સ્ટેશનનો સહી-સિક્કો આરોપીઓએ કોની મદદથી બનાવ્યો? • શું પોલીસ સ્ટેશનની અંદરથી જ સ્ટેમ્પનો દુરુપયોગ થયો?• સ્ટેમ્પ આપનાર કે વાપરનાર કોઈ પોલીસ કર્મચારી સામે તપાસ થશે? • નકલી ઇર્‌ં મેમો અને દંડની રસીદ બનાવવાનું નેટવર્ક કેટલું વિશાળ છે? • અગાઉ પણ આવી રીતે કેટલી ગાડીઓ નકલી દસ્તાવેજોથી છોડાવી લેવાઈ? • પોલીસ સ્ટેમ્પ અને સરકારી દસ્તાવેજોની સુરક્ષા અંગે તંત્ર કેટલું ગંભીર છે?

Comments

COMMENT / REPLY FROM