કચ્છમાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર પ્રતિબંધ
ભુજ - કચ્છઉદય : ઉત્તરાયણ ૫ર્વ દરમિયાન ૫તંગ ઉડાડવાની પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ દરમિયાન મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉ૫યોગને કારણે વીજલાઈનો સાથે સં૫ર્ક થવાથી શોર્ટ સર્કિટ, વીજ પુરવઠામાં વિક્ષે૫ તથા માનવ અને ૫શુ જીવનને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. આથી આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવને ધ્યાને લઈ, સમગ્ર કચ્છ જિલ્લામાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું કચ્છ જિલ્લાની હદમાં તા.૧૬/૧ સુધી અમલી રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.
--------------

Comments