ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત કચ્છ યુનિવર્સિટીમાં જાગૃતિની જ્વાળા પ્રગટી
ભુજ - કચ્છઉદય : કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે એનએસયુઆઈ દ્વારા ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે "એનએસયુઆઈનો સંકલ્પઃ ડ્રગ્સ મુક્ત કેમ્પસ" મહા-અભિયાન અંતર્ગત જોરદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા "એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મૂક્ત કેમ્પસ " નામના કાર્યક્રમનું આયોજન થયેલ છે, જેમાં સમગ્ર ગુજરાતની કોલેજોના કેમ્પસમાં એનએસયુઆઈની ટીમ જઈ રહી છે અને ડ્રગ્સની વિરૂદ્ધમાં મુહિમ ચલાવી રહી છે અને ડ્રગ્સ મુકત કેમ્પસની શપથ લેવડાવી રહી છે, જેના અનુસંધાને આ યાત્રા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે આવી પહોંચેલ હતી. કચ્છ જિલ્લાએનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા કે, હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર યુવાન તરીકે શપથ લઉ છું કે હું પોતે ડ્રગ્સ તથા અન્ય તમામ નશીલા પદાર્થોથી દૂર રહીશ તેમજ મારા પરિવાર તથા મારા મિત્રો પણ ડ્રગ્સથી દૂર રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને મારા કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવા પ્રયત્ન કરતો રહીશ. આ ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનમાં કચ્છ જિલ્લાએનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, સંદીપ રામ, યાજ્ઞિકભાઈ, હર્ષદભાઈ, સાગરભાઇ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------------

Comments