ગાંધીધામમાં ખાખીના પાળેલા પોપટ સમાન ટાઈગરને નથ પહેરાવો : નહી તો પોર્ટ ચોરીઓ થતી જ રહેશે..!
કંડલામાં ચોખાચોરીના ખુલાસા ટાંકણે સુચક લાલબત્તી
કંડલામાં આવતા લાખોના ચોખા બહાર નીકળ્યા બાદ થઈ ગયા સગેવગે : આવા ચોખા-ઘંઉ-સોયા-ભંગાર બધું જ કયાં જાય છે? આ બની બેઠેલા ટાઈગરના વાડે જ જાય છે..! બની બેઠલ ટાઈગર એવી તો કેાઈ મોટી ખેતી કરતો નથી કે તેના ઘરે-વાડામાથી ઘંઉ-ચોખાનો લાખોનો જથ્થો હેર-ફેર થાય છે?
ટાઈગર નામના સડ્ડા-દુષણને કાયદાનું કડક ભાન કરાવો, તેવી આ સ્થાનેથી અનેકવખત ધારદાર રજુઆતો કરાતી રહી છે, બુમો પાડવામા આવી છે, પરંતુ ટાઈગરને કાયદાના ધેોક્કાનો પરચો દેખાડવાના બદલે રંગે હાથ પકડી લીધા બાદ પણ ગણતરીના સમયમાં જ જામીન પર ફરતો કરી દેવાય છે, આવુ ખાખીધારીની ટાઈગરથી ભાગબટાઈ ન હોય તો થાય ખરું?
ગેરાયદેસર રીતે વાડા ઉભા કરી બારોબાર સોયા-ચોખા-ખાંડ- સહિતની વસ્તુઓની તસ્કરી-ચોરીઓ કરતી આખેઆખી મહીલાઓની ગેંગ બનાવી બેઠો છે આ બની બેઠલ ટાઈગર : ખાખી તો આ ટાઈગર પર નહીં જ ત્રાટકે, કારણ કે, અમુક ભ્રષ્ટ તત્વોના આ ટાઈગર પાળીતો પોપટ બની બેઠેા છે.!’
ગાંધીધામ સંકુલમાં કઈક દબાણો ધ્વંસ્ત કરી દેવાયા, ભલભલા ચમરબંધીઓના અડીગા પર બુલડોજર ફરી ગયા, પરંતુ આ બની બેઠેલ ટાઈગર દ્વરા ધાર્મિક સ્થળના નામે ચોરાઉ વસ્તુઓ સંગ્રહવાનો બનાવાયેલ દબાણયુકત વાડો કેમ તોડવામા નથી આવતો? તેના પાછળનુ રહસ્ય શું છે?
ગાંધીધામ : કંડલા બંદર પર લાંગેલા જહાજમાં લોડ કરવાના ચોખા અમુક તત્વોએ સિન્ડીકેટ રચી અને લાખોના ચોખાનો જથ્થો સગેવગે કરી નાખવામા આવ્યો હોવાની ફરીયાદ થવા પામી છે. પોલીસ ચોપડે સત્તાવાર આ બાબતે ફરીયાદ થઈ છે, તેની તપાસ તો ખૈર થવા પામશે પરંતુ આ બાબતે સંકુલના જાણકારો કહી રહ્યા છે કે, પોર્ટમાં આવતી કે અહીથી જતી વસ્તુઓ આ રીતે સગેવગે કરી દેવામા આવી હોય તેવો આ પ્રથમ બનાવ છે ખરો? ના, ન માત્ર ચોખા બલ્કે ઘંઉ, સોયા, ભંગાર, ખાંડ સહિતની વસ્તુઓમાં આવી ચોરીઓ કરનારી ગેંગ સક્રીય જ બનેલી છે. જાણકારો કહી રહ્યા છે કે, તપાસ તો કરવાની જરૂર ખરેખર એ છે કે, બંદર પર આવેલા આ ચોખાનો જથ્થો સગેવગે કરાયો તો ગયો કયાં? સોયા-ચોખા-ખાંડ-ઘંઉ સહિતની આવી વસ્તુઓ ગાંધીધામ સંકુલમાં ટાઈગરના વાડે જ જઈ રહી હોય તેમ કહેવાય છે. આ બની બેઠેલ ટાઈગર ખાખીના અમુક ભ્રષ્ટ બની બેઠલા તત્વોના જોરે ફાટીને ફુલેકે ગયો છે. બિનધાસ્ત અને બેફામ બની અને આ રીતે આવતી વસ્તુઓના વાહનોમાથી ચોરી કરવા માટે આ ટાઈગરની મહીલાઓની ગેંગ સક્રીય બનેલી હોવાનુ ચર્ચાય છે. નહી તો ટાઈગરના ઘરમાથી મોટી માત્રામાં આધાર પુરાવા વીનાના ઘંઉનો જથ્થો મળે છે કયાંથી? ઘંઉ કે ચોખાની કે અન્ય કોઈ પદાર્થની આ બની બેઠલ ટાઈગરની કોઈ મોટી ખેતી તો છે નહી? તે ખેતી તો કરતો નથી? પછી કયાંથી તેના વાડા કે ઘરમાથી આ વસ્તુઓ મળી આવે છે? આ પ્લેટફોર્મ પરથી ટાઈગરના આ પ્રકારના વકરી ચુકેલા નેટવર્ક બાબતે અનેકવખત ધારદાર રજુઆતો કરવામા આવતી રહે છે, પરંતુ આ ટાઈગરની સામે ધાક બેસાડતી કાર્યવાહી થઈ હોય તેવુ જોવા મળતુ નથી. જાણકારો કહે છે કે, કાર્યવાહી થશે પણ નહી કારણ કે, આ ટાઈગર અમુક ભ્રષ્ટ ખાખીધારીઓનો પાળેલો પોપટ છે એટલે આવા ભ્રષ્ટ તત્વો ટાઈગરને છાવરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં સોયા-ખાંડ-ચોખા સહિતની વસ્તુઓની કંડલા પોર્ટ કે રેલવેમાં પણ થતી ચોરીઓ સદંતર અટકાવી હશે તો આ બની બેઠેલા ટાઈગરને નથ પહેરાવી જ પડશે, તેને કાયદાના ધોક્કાનો પરચો દેખાડવો પડશે જ, નહી તો આ મુજબની ચોરીઓ અટકાવવી કપરૂ નહી અસંભવ જ બની રહેશે. કારણ કે, આ રીતે વાહનોમાથી ચોરી કરવા માટે ટાઈગરની ગેંગ સક્રીય છે, ચોરીનો માલ પણ ટાઈગરના જ વાડામાં ઠલવાતો રહે છે અને ત્યાથી જ સગેવગે મોટા ભાગે કરવામા આવી રહ્યો છે? એટલે જયાં સુધી ટાઈગરને કાયદાની કડક કાર્યવાહીના દાયરામાં નહી લવાય ત્યા સુધી તો આવી ચોરીઓ થતી જ રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments