Trending News
સ્થાનિક સમાચાર

કમિશ્નરશ્રીની ગેરહાજરીનું પરીણામ : મનપાતંત્રએ પાર્કીંગમાં તુટેલી પાણીની લાઈનમાં થુંકના થીગડા લગાડવાનું ફરી કર્યુ શરુ

09 January

મનપા કેમ કરે છે આ કાર્ય? ઠેકેદારથી કેમ નથી કરાવાતું?


ઉદઘાટન કર્યાના ગણતરીના કલાકોમાં જ તુટી ગયેલી લાઈનને લોટ-પાણીને લાકડા કરી જે-તે વખતે રીપેર કરી દીધી હોવાનુ રટણ કરી દેવાતા બે રોજ પહેલા ફરીથી આ લાઈન તુટતા આજ રોજ મોડે મોેડેથી લાઈનનો ખોદીને રીપેર કરવાનુ ડીંડક હાથ ધરાયું : આ કામ ઠેકેદાર પાસેથી કેમ નથી કરાવાતું? : મનપાતંત્રના બની બેઠેલા એન્જીનીયર મહાશયને તો શહેર-સંકુલના લોકો કેમ હેરાન પરેશાન થાય તેમા જ રસ હોય તેમ વર્તે છે, આ કામમાં શું ભલીવારી કરવાના હતા? : જાણકારોનો રોષ


ગાંધીધામ : ગાંધીધામ શહેરને સુંદર બનાવવા માટે કમિશ્નરશ્રી ખુબ મહેનત કરીરહ્યા છે પરંતુ આ જ મનપાતંત્રના અમુક મોટાપેટવાળા બની બેઠલા તત્વો અને એન્જીનીયર દ્વારા પાણીઢોળ જ કરવામા આવતુ હોય તેવો તાલ થવા પામી રહ્યો હોવાનો કચવાટ ઘટનાઓ બનતા સામે આવવા પામી રહ્યો છે. શહેરની મેઈન બજારમાં પાર્કીંગ પ્લોટનું ઉદઘાટન કરાયુ અને તેના ગણતરીના કલાકોમાં જ અહી પાણીની લાઈન લીકેજ થવા પામી જતા મનપા તંત્રના લાપરવાહ મોટાપેટવાળા અને બની બેઠલા એન્જીનીયરની લીંપાપોત્તી તે જ વખતે જ ખુલી પડી જવા પામી હતી. નામ પુરતુ તે વખતે ઠેકેદારને રપ હજારનો દંડ ફટકારી અને લાઈન રીપેર કરી દીધી હોવાનું નાટક જ જાણે કે તે વખતે કરવામા આવ્યુ હોય તેવી રીતે ફરીથી આ જ લાઈનમાં ગત રોજ મોટુ લીકેજ સામેઆવવા પામી ગયુ હતુ. કલાકો સુધી આ લાઈનમાથી પાણીનોબગાડ થતો રહ્યો હોવા છતા મનપા તંત્રએ ઠેકેદારોના કાન આમળી, તાબડતોડ તેની સામે કડક રાહે કાર્યવાહી કરવાના બદલે આજ રોજ ખુદ મનપાતંત્ર આ લાઈન રીપેરીંગનું કામ કરી રહી હોવાથી લોકોમાં ભારે રોષ વધ્યો છે. કારણ કે, મનપાના બની બેઠેલા મોટાપેટવાળા અધિકારી તો શું કામમાં ભલીવારી કરવાના જ હતા? ઉપરાંત ઠેકેદારે કે જેણે અહી કામ કરેલુ છે તેનાથી જ કેમ આ કામ નથી કરાવાવમા આવતુ? મનપા કમિશ્નરશ્રી ગુરવાણી હાલમાં રજામાં હોવાથી કયાંક ને કયાંક મનપાતંત્ર નધણીયાતુ અથવા તો રામભરોસે બની ગયુ હોય તેમ નિર્ણયો આડેધડ લઈ અને વર્તી રહ્યા હાયે તેવી નારાજગી પણ સંકુલવાસીઓમાં ઉભી થવા પામી ગઈ છે. 

Comments

COMMENT / REPLY FROM