ગાંધીધામ રોકસોલ્ટ કાંડ : કુશાલ તાગર તો ફ્રંટ ફેશ છે, ઇમ્પોર્ટર- CHA ને ઉઠાવો : કસ્ટમ બ્રોકરની ભુંડિ ભુમિકાથી ઘણુ ખુલશે
કુશાલ સાથે અમદાવાદની ૩ પાર્ટીઓ છે સંકળાયેલી ?
સર્ટીફીકેટ ઓફ ઓરીજીનનો કૌભાંડ પકડાયું, પાકીસ્તાનથી આવતી વસ્તુને દુબઈ કે અન્યત્રથી દેખાડવાની ગોઠવણ સીએચએ સિવાય કોણ કરી શકે? કુશાલ નાગર રોકસાલ્ટના કરોડોના કન્સાઈનમેન્ટ મંગાવવા જેટલો સક્ષમ છે ખરો?
તેની પાછળ ઈમ્પોર્ટર તરીકે ગાંધીધામના કયા શખ્સો રહેલા છે હાથ? : જો તપાસ ઉંડી થશે તો આ ગાંધીધામના શખ્સો જ બોગસ ડમી કંપનીઓ અમદાવાદમાં ખોલી, કુશાલ જેવા ફોલ્ડરીયાને આગળ કરી અને રોકસોલ્ટના કૌભાંડો ધમધમાવતા હોવાનુ ખુલશે
૧૦૦ કરોડથી વધુની ડયુટી ચોરીના કાંડમાં પેનલ્ટી ફટકારી કરો રીકવી : દેશના સૌથી મોટા મીઠા ઉત્પાદક જૂથ સુધી લેબાવો રેલો
કાસેઝમાં મેન્યુ ફેકચરીંગ, રીપેકીંગ દેખાડીને દેશનું મીઠુંની જાહેરાતોકરનાર ‘મહાકાચ ગ્રુપ’ સુધી લંબાવો તપાસ !
કુશાલ ટોળકી ‘ઇરાન’થી મીઠુ મંગાવ્યાનું દર્શાવે છે પરંતુ ‘સીંધેલુણ’ તો પાકિસ્તાનથી જ આવે છે તે આખી દુનિયા જાણે જ છે ? તો પછી એજન્સી કેમ ધાક બેસાડતી કાર્યવાહી નથી કરી શકતી?
ગાંધીધામ - કચ્છઉદયથોડા સમય પહેલા જ ગાંધીધામ ડીઆરઆઈ યુનિટ દ્વારા સિંધાલુણ મીઠુ એટલે કે રોકસોલ્ટના ગેરકાયદેસર રીતે અવેલા ૪૭ જેટલા કન્ટેઈનરો કંડલા અને મુંદરા પર ઝડપી પાડયા હતા. જેમા રહેલા મુદામાલની કીમંત ૧૬ કરોડ જેટલી થવા પામતી હતી.
આ પ્રકરણની તપાસમા એજન્સીએ ગાંધીધામમાં સ્થાનિકેથી કુશાલ નાગર નામના યુવાની અટક પણ કરી હતી અને તેની વધુ પુછતાછ કરવામા આવી રહી હતી. આ
પ્રકરણમાં ઈરાનથી રોક સોલ્ટ મંગાવ્યુ હોવાનુ દર્શાવાયુ હતુ પરંતુ હકીકતમાં તે પાકીસ્તાનથી જ આવેલ હતા અને તે રીતે કન્ટ્રી ઓફ ઓરીજીનનુ અહી મોટુ કૌભાડ સામે આવવા પામ્યુ હતુ. ડીઆરઆઈ દ્વારા પણ તે વખતે જાહેરાત કરી દીધા બાદ આગળની શુ કાર્યવાહી થાય છે, મુંબઈતરફની તપાસમાં શુ હાથ આવ્યુ, સહિતની માહીતીઓ અકબંધ જ રહી જવા પામી ગઈ છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ રોકસોલ્ટના કૌભાંડમાં ઝડપાયેલા કુશાલ નાગર તો ફ્રંટ ફેશ જ હોઈ શકે છે, હકીકતમાં આ કામોમાં સીએચએ તરીકે કોણ રહેલુ હતુ?
રોકાણ કોણે કર્યુ હતુ? કેટલા સમયથી આવા કન્સાઈનમેન્ટ આવતા હતા? ૪૭ જે પકડાયા તે પહેલા કેટકેટલા કન્ટેઈનરો ઉતરી ગયા? કોની કોની મીલીભગતથી આ રીતે કન્ટ્રી ઓફ ઓરીજીનનુ કૌભાંડ ચાલી રહ્યુ હતુ? જો કસ્ટમ બ્રોકર તરીકે કોણ રહેલ છે તેની આ કેસમાં તટસ્થ અને કડક તપાસ થાય તથા રોકાણકાર ઝડપાયેલ શખ્સ જ હતો કે પછી અન્ય કોઈ? તે સહિતના અંગે કડક છાનબીન હાથ ધરવામા આવે તો આ કેસમાં ઘણું નવુ બહાર આવી શકે તેમ જાણકારો માની
રહ્યા છે.

Comments