Trending News
સ્થાનિક સમાચાર

એસપી વિકાસ સુંડાની લાલઆંખ : પશ્ચિમ કચ્છ પોલીસતંત્રમાં ફફડાટ ખનીજ માફિયાઓ પર તવાઈ : અન્ય બેનામી ધંધાવાળાઓ સાવધાન.!

09 January



કાયદો-વ્યવસ્થાની સ્થિતી બાબતે જરા સહેજ પણ ઢીલાશ નહી ચાલે : પંજાબથી મુંદરા દારૂ કન્ટેઈનર પ્રકરણમાં કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વિના લાપરવાહો મામલે ખરા રીપોર્ટ કરી ન માત્ર સસ્પેન્ડ કરાવ્યા, બલ્કે પશ્ચીમ કચ્છ પોલીસ બેડામાં જ કરી દીધી એકઝાટકે સામુહીક સાફસફાઈ : ન માત્ર ધંંધાર્થીઓ બલ્કે પોલીસબેડામાં પણ ફેલાઈ ગયો છે ગભરાટ

પાકીસ્તાન જેવા દુશ્મ દેશની સરહદીને અડીને અવેલા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં યુવા, કાર્યદક્ષ, રાષ્ટ્રહિતને સમર્પિત એસપી સુંડાની સેવાની થઈ રહી છે સરાહના

લખપત-માંડવીમાં કરોડોની ખનીજચોરીનો એલસીબીથી પર્દાફાશ કરાવી અને એસપીશ્રી સુંડાએ સરહદી ક્ષેત્રમાં બેફામ બનેલા ખનીજચોરોને પણ આપી દીધો કડક સંદેશ : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો 



ભુજ : કચ્છમાં કાયદો વ્યવસ્થાને વધારે સુચારૂ રાખી શકાય તે માટે બે પોલીસ જિલ્લામાં વિભાજન કરવામા આવ્યુ છે. ગાંધીધામ ઔદ્યોગીક વિસ્તારની રીતે ઓર્ગેનાઈઝડ ક્રાઈમની રીતે મહત્વપૂર્ણ બની જાય છે તો બીજીતરફ પશ્ચીમ કચ્છ પોલીસ તંત્ર અહી પોર્ટ, ઔદ્યોગીક એકમો સાથોસાથ ખનીજ સંપદા તથા આંતરરાષ્ટ્રીય જળ-ભુમી-વાયુ સરહદ લાગુ પડતી હોવાથી તેની અગત્યતા ઓર વધી જતી હોય છે. આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા જિલ્લામાં પોલીસની ભુમિકા ખુબ વધી જતી હોય છે. સુરક્ષા તથા વ્યુહાત્મક બને રીતે પશ્ચીમ કચ્છ પોલીસ જિલ્લા ખુબજ મોટુ યોગદાન ધરાવી રહ્યો છે અને તેમાં એસપી પદે વર્તમાન સમયે 
મુકાયેલા શ્રી વિકાસ સુંડાની સૌનો સાથ સોનો વિકાસને ધ્યાને રાખતી સર્વાંગી લાલઆંખ ભરી કાર્યવાહીની પણ વિશિષ્ટ રીતે હવે નોધ લેવાતી જોવાઈ રહી છે. 
પશ્ચીમ કચ્છ જિલ્લાનો વિશાળ ભુગોળ અને તેમાં ગુના આચરનારા તત્વો, લો એન્ડ ઓર્ડરને પડકારાઓને તો શ્રી સુંડા કડક કાર્યવાહી કરીને સીધો સંદેશ આપી જ રહ્યા છે કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આવા ગુનેગારોને એક યા બીજી રીતે છાવરનારા કે તેમની સાથે જરા સહેજ પણ સાડાબારી ધરાવનારા અમુક ખાખીધારીઓની સામે પણ કડક પગલા લેતા તેઓ વાર નથી કરતા અથવા તો નહી કરે તેવો પણ કડક સંદેશ પંજાબથી મુંદરા રેલ માર્ગે કન્ટેઈનરમાં આવેલા દારૂ કાંડમાં સ્થાનિકમાં જે કોઈ પણ લાપરવાહો હતા તેમની સામે ઉચ્ચ સ્તરે સચોટ અહેવાલ રજુ કરી અને તેમની હકાલપટ્ટી કરાવવામાં જરા સહેજ પણ સંકોચ સરકાર અને કાયદો વ્યવસ્થાના હિતમાં તેઓએ દાખવ્યો નથી. એટલુ માત્ર જ નહી પરંતુ પશ્ચીમ કચ્છ એસપીશ્રીએ આ વિસ્તારમાં સાગમેટ પોલીસ બેડામાં સામુહીક સાફસફાઈના આદેશો પણ ધડાધડ આપી દીધા છે. 
એટલે ગુનેગારો ઉપરાંત કોઈ ખાખીધારીઓએ પણ ફરજ ચુક કરી તો તેમની સામે પણ પણ સરકારી નીતીઓ અનુસાર પગલા લેવાતા કેાઈ વાર નહી લાગે! તેવો સંદેશ વહેતો થઈ જવા પામ્યો છે. એસપીશ્રી વિકાસ સુડાએ આમપ્રજાજનો અને સરકાર હિતમાં દાખવેલી આ લાલઆંખ ભરી કાર્યવાહીથી ગુનેગારો સાથોસાથ પોલીસ બેડામાં પણ ફફડાટ જ વ્યાપી જવા પામ્યો છે. દારૂ-જુગાર સહિતના ગુનાઓ આચરનારાઓને તો તેઓએ નથ પહેરાવી જ દીધી છે પરંતુ ખનીજમાફીયાઓ પણ હવે સખણાં નહી રહે તો તેમની પણ ખેર નહી રહે, તેવો સંદેશ લખપત અને માંડવીના પુનડી જેવા વિસ્તારોમાં કરોડોની ખનીજચોરીના ધડાધડ પાડેલા દરોડાની સફળ કામગીરીથી પણ વહેતો થવા પામી ગયો છે. ખનીજચોરી સામે શ્રી સુંડાએ કરેલી લાલઆંખથી હવે બેનામી ધંધાવાળાઓમાં પણ ફાડ પડી રહી છે અને તેઓ પણ સાવધ બની ગયા હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM