Trending News
સ્થાનિક સમાચાર

અંજાર આરટીઓ ખાતે વિવિધ વાહનોના ગોલ્ડન - સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન યોજાશે

08 January


અંજાર - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું  રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૭/૧ના સાંજે ૪ કલાક સુધી રહેશે.ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૧ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓક્શન તા.૧૯/૧ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. અન્ય નંબરમાં ટુ-વ્હીલરના રૂ.૨૦૦૦ તથા અન્યવાહનોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે.
-------

Comments

COMMENT / REPLY FROM