Trending News
સ્થાનિક સમાચાર

અમિતાભ બચ્ચન હવે રિલાયન્સની ’કેમ્પા સ્યોર’ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

08 January


રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્‌સે દેશના દરેક નાગરિક સુધી શુદ્ધ અને સસ્તું પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી બોલિવૂડના શહેનશાહ સાથે હાથ મિલાવ્યા

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી શાખા એવી રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડે આજે તેના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ ’કેમ્પા સ્યોર’ માટે સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. બેંગલુરુ ખાતેથી જારી કરાયેલા આ સમાચાર ભારતીય પીણા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ વળાંક સમાન માનવામાં આવે છે. કેમ્પા બ્રાન્ડની જેમ જ અમિતાભ બચ્ચન પણ ભારતમાં વિશ્વાસ અને શ્રેષ્ઠતાના પ્રતીક તરીકે ઓળખાય છે ત્યારે આ જોડાણથી ગ્રાહકોનો ભરોસો વધુ મજબૂત બનશે તેવી કંપનીને આશા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨માં કેમ્પા કોલાના હસ્તાંતરણ બાદ કંપનીએ તેના પોર્ટફોલિયોમાં એનર્જી ડ્રિંક્સ અને જ્યુસ બાદ હવે પીવાના પાણીનો સમાવેશ કર્યો છે.
આ ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરતા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતન મોદીએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન એક સાચા ભારતીય આઇકોન છે જેમણે દાયકાઓથી લોકોના હૃદય પર રાજ કર્યું છે. અમિતાભ બચ્ચન અને કેમ્પા બંને વિશ્વાસ, શુદ્ધતા અને પ્રમાણિકતાના મૂલ્યો ધરાવે છે અને આ જોડાણ તે જ ફિલોસોફીનું પ્રતિબિંબ છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય શુદ્ધ પાણીને ભારતના દરેક ખૂણે સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી તેનું લોકશાહીકરણ કરવાનો છે.
આ પ્રસંગે અમિતાભ બચ્ચને પણ કેમ્પા સ્યોર સાથે જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરેક ભારતીયને પીવાના શુદ્ધ પાણીની સુવિધા પૂરી પાડવાના કેમ્પા સ્યોરના આ પ્રયાસથી તેઓ પ્રભાવિત થયા છે. કેમ્પા સ્યોર પાણી ૨૫૦ મિલીથી લઈને ૨૦ લિટર સુધીના વિવિધ પેકિંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ગ્રાહકોની જરૂરિયાત મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાં મળી રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર આ પાણી શુદ્ધતાના ૧૦ થી વધુ કડક પરીક્ષણોમાંથી પસાર થાય છે જેથી દરેક ટીપામાં શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહે.
--------

Comments

COMMENT / REPLY FROM