મેરી આવાઝ કારાઓકે ટ્રસ્ટ દ્વારા નવા વર્ષને આવકારવા ભુજમાં ‘ગીત-સંગીત’ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : કચ્છ-ભુજના જાણીતા “મેરી આવાઝ કરાઓકે ટ્રસ્ટ” ગ્રુપ દ્વારા ર૦રપના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારાવા કચ્છના સંગીત રસિકો માટે “ગીત-સંગીત” કાર્યક્રમનું આયોજન હોટલ સેવન સ્કાય-ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. સમ્રગ કાર્યક્રમના યજમાન જટુભા રાઠોડ પ્રમુખ સ્થાને રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશિમબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ મુકેશભાઇ ઉમરાણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમના પ્રમુખ જટુભાભાઇ રાઠોડ - સેવન સ્કાય, અતિથિ વિશેષ શંકરભાઇ સચદે તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. એમની સાથે પ્રવિણાબા જે. રાઠોડ, મનીષભાઇ પરમાર (યુએસએ), મુકેશભાઇ ઉમરાણીયા, ભરતભાઇ સોની, નીતિનભાઇ કેશવાણી, પ્રેમભાઇ ભાનુશાલી અને નીતીનભાઇ દાવડા(મુંબઇ) તથા તેજસભાઇ રાઠોડ જોડાયા હતા.
દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમના પ્રમુખ જટુભાભાઇ રાઠોડનું સન્માન પાઘડીથી સંસ્થાના પ્રમુખ મુકેશભાઇ ઉમરાણીયા અને સ્મૃતિચિન્હથી સન્માન સંસ્થાના પ્રમુખ મુકેશભાઇ ઉમરાણીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ સોની તથા અતિથિ વિશેષ શંકરભાઇ સચદે તેમજ રશિમબેન સોલંકીનું સન્માન સ્મૃતિચિન્હથી મુકેશભાઇ ઉમરાણીયા, ભરતભાઇ સોની તથા પ્રેમભાઇ ભાનુશાલીના હસ્તે કરવામાં આવ્યું હતું. દોસ્તો કી મહેફીલ ગ્રુપના પ્રમુખ શૈલેષભાઇ ચૌહાણનું સ્મૃતિચિન્હથી સન્માન મુકેશભાઇ ઉમરાણીયાએ કર્યો હતો તેમજ આમંત્રિત મહેમાનોનું સાલ અને સ્મૃતિચિન્હથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનો પ્રવિણાબા જે. રાઠોડ, નીતિનભાઇ દાવડા-મુંબઇ, તેજસભાઇ રાઠોડ, જગદીશભાઇ ઉમરાણીયા, ભુપેન્દ્રભાઇ મહેતા, કોકીલાબેન મહેતા, રસીકભાઇ મકવાણા, ભગીરથભાઇ ધોળકીયા, શૈલેષભાઇ ચૌહાણ, અશોકસિંહ વાઘેલા, દિલુભા સોઢા, હિતેશભાઇ ગોસ્વામી, કમલેશભાઇ જેઠવા, સુભાષભાઇ ગોસ્વામી, જીતુભાઇ કે. સોની, જગદીશભાઇ ગોર, મહેન્દ્રભાઇ પારેખ, સંજયભાઇ જેઠવા, વર્ષાબેન ઉમરાણીયા, હિનાબેન પરમાર, કલ્પનાબેન ચોથાણી, લોહાણા મહાજન મહિલા મંડળના પ્રમુખ મમતાબેન ઠકકર, પૂજાબેન અયાચી, કપિલાબેન જેઠવા, પ્રવિણભાઇ ચૌહાણ, સ્મિતાબેન ઠકકર, જીગ્નાબેન ઠકકર, વીણાબેન રાઠોડ, ઝવેરબેન મહેશ્વરી વગેરે તેમજ યુએઇ અને લંડનથી પધારેલા મહેમાનોએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો.
આ કાર્યક્રમમાં ગ્રુુપના કલાકારો હરેશભાઇ સોની, ભકિતબેન ભાનુશાલી, પ્રેમભાઇ ભાનુશાલી, નીતિનભાઇ દાવડા, પુનમબેન પરમાર, રક્ષાબેન ઠાકર, સંગીતાબેન મહેતા, ભરતભાઇ સોની, અતુલભાઇ દવે, નિરૂપમાબેન દવે વિગરેએ સુમધુર અને સદાબહાર ગીતોની રમઝટ બેલાવી હતી. હાલની ફિલ્મ ’ધુરંધર’ના ગીત મુકેશ ઉમરાણીયાએ પોતાની આગવી શૈલીમાં જબરદસ્ત ડાન્સ કરીને તમામ મહેમાનોને પણ ડાન્સ કરાવેલ. નવા વર્ષની ઉજવણી કેક કાપીને સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, વિશેષ ઉપસ્થિત મહાનુભવો, આમંત્રિત મહેમાનો તથા ઉપસ્થિત તમામ લોકાની હાજરીમાં કરાઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મુકેશભાઇ ઉમરાણીયા અને ઉપપ્રમુખ ભરતભાઇ સોનીના નેતૃત્વ હેઠળ સંસ્થાના સભ્યો ઇલીયાસભાઇ ઘાંચી, રાજેશભાઇ જોષી, ધવલભાઇ ડુડીયા, હરેશભાઇ સોની વિગરેએ જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટના ભાવિ કાર્યક્રમ માટે મહેન્દ્રભાઇ ઉમરાણીયા (આફ્રિકા કોંગો), કલ્યાણજી કુંવર પટેલ (યુકે લંડન), નીતિનભાઇ કેશવાણી, શૈલેષભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રભાઇ ડુડીયા, તેજસભાઇ રાઠોડ, ગિરધરભાઇ ગઢવી, ભકિતબેન ભાનુશાલી, જીતેન્દ્રભાઇ સોની, રસીકભાઇ મકવાણા તેમજ પ્રેમબાહદુરભાઇએ સહયોગ-યોગદાન આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન ધવલભાઇ ડુડીયાએ જ્યારે આભારદર્શન મુકેશભાઇ ઉમરાણીયાએ કર્યું હતું. આગમી તા. ર૬ જાન્યુઆરી ર૦ર૬ના દેશભકિતનો કાર્યક્રમ ભવ્ય સ્થળે યોજવા આવશે એમ જણાવાયું હતું. સંસ્થા દ્વારા દર રવિવારે સંગીત રસિકો માટે નિઃ શુલ્ક સંગીત સંધ્યાનું આયોજન વોકવે ડોમ, ખેંગાર પાર્ક, ભુજ મધ્યે કરવામાં આવે છે. ભવિષ્યમાં ટ્રસ્ટ તરફથી નામાંકિત તથા નવોદિત ગાયકોને પ્લેટ ફોર્મ પુરૂં પાડવા પ્રસંગોપાત કાર્યક્રમો યોજતા રહેશે. સંસ્થાની વિશેષ માહિતી માટે મેરી આવાઝ કરાઓકે ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ ઉમરાણીયા તથા ઉપ્રમુખ ભરતભાઇ સોનીનો સંપર્ક કરવા જણાવાયું છે.
------

Comments